1. Home
  2. Political
  3. રેપિસ્ટ છે પાકિસ્તાની સેના: બળાત્કાર કરવા ઘૂસેલા પાકિસ્તાની સૈનિકને પખ્તૂન યુવતીએ મારી ગોળી
રેપિસ્ટ છે પાકિસ્તાની સેના: બળાત્કાર કરવા ઘૂસેલા પાકિસ્તાની સૈનિકને પખ્તૂન યુવતીએ મારી ગોળી

રેપિસ્ટ છે પાકિસ્તાની સેના: બળાત્કાર કરવા ઘૂસેલા પાકિસ્તાની સૈનિકને પખ્તૂન યુવતીએ મારી ગોળી

0

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં વિસ્તારમાં આવનારા મોહમંદ જિલ્લામાં એક યુવતીએ પાકિસ્તાની સૈનિકને ગોળી મારી દીધી છે. અહેવાલો મુજબ, તે સૈનિક અને તેનો એક સાથીદાર મહિલાઓના જાતીય ઉત્પીડન કરવાના ઈરાદે તેના ઘરમાં બળજબરીથી ઘૂસી આવ્યા હતા.

પત્રકાર તાહા સિદ્દીકી પ્રમાણે, પાકિસ્તાની સૈનિકોએ મોડી રાત્રે યુવતીના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી હતી. ઘરમાં મહિલાઓ સિવાય કોઈ હતું નહીં. ઘરના તમામ પુરુષો રોજગાર અર્થે અન્ય શહેરમાં ગયા હતા.

ઘરમાં રહેલી મહિલાનો આરોપ છે કે પાકિસ્તાની સૈનિકો ઘરમાં ઘૂસ્યા બાદ તેનું જાતીય શોષણ કરવાની કોશિશ કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવતીએ બંદૂક કાઢી અને તેમાથી એકને ઠાર કર્યો હતો. આ સૈનિક પાકિસ્તાની સેનાની મોહંમદ રાઈફલ્સનો જવાન હતો.

એવું પણ ન હતું કે ત્યાં કોઈ પ્રકારના સર્ચ ઓપરેશન હેઠળ આ સૈનિકો ઘરમાં ઘૂસ્યા હોય, કારણ કે ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રે એ સ્પષ્ટ કરી દીધું છે કે આ ક્ષેત્રમાં આવી કોઈ ગતિવિધિ જ થઈ નથી.

આ મામલાને જોતા ત્યાંના સ્થાનિક લોકોએ પીડિતો માટે ન્યાયની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે આવા પ્રકારના આરોપ પાકિસ્તાની સેના પર પહેલા પણ લાગી ચુક્યા છે. પરંતુ તેના સંદર્ભે અવાજ ઉઠાવવામાં આવ્યો નથી. પરંતુ હવે ત્યાંના લોકોએ નક્કી કર્યું છે કે તેઓ પાકિસ્તાની સેનાના વલણ પર ચુપ રહેશે નહીં. આના પહેલા વજીરિસ્તાન પ્રાંતમાં પણ એક આવો મામલો સામે આવી ચુક્યો છે. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.