1. Home
  2. ચીન-અમેરિકા ટ્રેડ વૉરની વચ્ચે દિલ્હીમાં આજથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મહત્વપૂર્ણ બેઠક

ચીન-અમેરિકા ટ્રેડ વૉરની વચ્ચે દિલ્હીમાં આજથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મહત્વપૂર્ણ બેઠક

0

નવી દિલ્હી: વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની એક મહત્વપૂર્ણ બેઠક આ વખતે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. આ બે દિવસીય બેઠક સોમવારે 13મી મેથી શરૂ થશે. આમા 16 વિકાસશીલ દેશોના પ્રધાનો અને અધિકારી વિભિન્ન જરૂરી મામલા પર ચર્ચા કરશે.

બે દિવસની આ બેઠક એવા સમયે થઈ રહી છે, જ્યારે નિયમ આધારીત બહુપક્ષીય વ્યાપારને પડકાર મળી રહ્યો છે. અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોર તો ચાલુ જ છે. ભારત-અમેરિકા અને ઘણાં અન્ય દેશોમાં ટેરિફને લઈને ગુંચવાડો બનેલો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, આ બેઠકમાં ચીન, ઈજીપ્ત, ઈન્ડોનેશિયા, મલેશિયા, તુર્કી સહીત 16 વિકાસશીલ દેશો અને છ સૌથી ઓછા વિકસિત દેશોના પ્રધાનો તથા વરિષ્ઠ અધિકારી સામેલ થશે અને ડબલ્યૂટીઓની વ્યવસ્થા સાથે જોડાયેલી પોતાની ચિંતાઓની આપ-લે કરશે.

તાજેતરના વર્ષોમાં ડબલ્યૂટીઓની નિર્ધારીત વ્યવસ્થાથી વિચલનનો તબક્કો વધ્યો છે. તમામ દેશ એકબીજાની સાથે આયાતિત વસ્તુઓ પર ટેરિફને લઈને ટકરાઈ રહ્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વોર છે. તેના કારણે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને સમસ્યા થઈ રહી છે. વાતચીતમાં ગતિરોધ આવી રહ્યો છે અને ઘણાં દેશ અપીલીય સંસ્થાની પરવાહ નહીં કરતા ડબલ્યૂટીઓના વિવાદના નિપટારાની પ્રણાલીને જ પડકારી રહ્યા છે. માટે ડબલ્યૂટીઓની વ્યવસ્થામાં હવે પ્રાસંગિક ફેરફાર કરવાની માગણીઓ પણ ઉઠવા લાગી છે.

આંતરરાષ્ટ્રીય નાણાંકીય એજન્સીઓ વિશ્વ બેંક અને આઈએમએફે ગત વર્ષ ઓક્ટોબરમાં બાલીમાં જાહેર કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ બેઠક દરમિયાન અમેરિકા અને ચીનને સલાહ આપી હતી કે તેઓ ડબલ્યૂટીઓ નિયમો પ્રમાણે વ્યાપાર કરે, કારણ કે આમા જ દુનિયાનું ભલું છે. વિશ્વ બેંક અને આઈએમએફના પ્રમુખોએ અમેરિકા અને ચીનને સલાહ આપી છે કે તે વૈશ્વિક બજારામાં નિયમો પ્રમાણે વેપાર કરે.

અમેરિકાની ફરિયાદ છે કે ચીનની નીતિ અયોગ્ય રીતે આધુનિક તકનીક એકઠી કરવાની છે. તેનાથી વિદેશી કંપનીઓને નુકસાન થાય છે. પરંતુ આઈએમએફનું કહેવું છે કે ડબલ્યૂટીઓની પાસે અમેરિકાની ફરિયાદના સમાધાનની પદ્ધતિ છે.

મહત્વપૂર્ણ છે કે જૂન-2020માં કજાકિસ્તાનમાં ડબલ્યૂટીઓનું 12મું પ્રધાનસ્તરીય સંમેલન થઈ રહ્યું છે. માટે આ બેઠક તેની એક પ્રકારે પૂર્વ તૈયારી છે કે કજાકિસ્તાન સંમેલનમાં વિભિન્ન મુદ્દાઓ પર ક્યાં પ્રકારની રચનાત્મક પદ્ધતિથી સંવાદ કાયમ કરવામાં આવે.

આના પહેલા માર્ચ-2018માં પણ ડબલ્યૂટીઓની પ્રધાનસ્તરીય બે દિવસીય બેઠક દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં લગભગ 50 દેશોએ વૈશ્વિક વ્યાપારના મુદ્દાઓ પર મુક્ત અને ખુલ્લી વાતચીત કરી હતી. કોઈપણ પૂર્વઘોષિત એજન્ડા વગર ડબ્લ્યૂટીઓની આ બેઠકનો ઉદેશ્ય બહુપક્ષીય વ્યાપારના વિવિધ પડકારો પર વિચારણાનું આદાન-પ્રદાન કરવાનો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.