1. Home
  2. વિમાનવાહક જહાજ INS વિરાટને બનાવી દેવાયું ટેક્સી, જાણો રાજીવ ગાંધીની કઈ રજાઓની વાત કરી રહ્યા છે પીએમ મોદી

વિમાનવાહક જહાજ INS વિરાટને બનાવી દેવાયું ટેક્સી, જાણો રાજીવ ગાંધીની કઈ રજાઓની વાત કરી રહ્યા છે પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીના રામલીલા મેદાનમાંથી ફરી એકવાર ગાંધી પરિવારને નિશાને લીધું હતું. પીએમ મોદીએ ગાંધી પરિવાર પર મોટો આરોપ લગાવતા કહ્યુ હતુ કે 1987માં રાજીવ ગાંધી જે સમયે વડાપ્રધાન હતા, ત્યારે તેઓ દશ દિવસની રજા ગાળવા માટે એક ખાસ ટાપુ પર ગયા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો છે કે ગાંધી પરિવારે રજા ગાળવા માટે ભારતીય નૌસેનાના એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ આ ટાપુનું નામ જણાવ્યું નથી. પરંતુ ઈન્ડિયા ટુડેએ 31 જાન્યુઆરી-1988નો ગાંધી પરિવારની એ રજાઓનું પુરું વિવરણ આપ્યું હતું. અનીત પ્રતાપે પોતાના અહેવાલમાં તબક્કાવાર રીતે તે પિકનિકની ઘણી વાતો લખી હતી.

કેવો હતો તે ટાપુ, જ્યાં ગાંધી ફેમિલી રજા ગાળવા ગયું હતું?

તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી 1987માં નવા વર્ષની ઉજવણી માટે પોતાના પુરા પરિવાર અને ખાસ મિત્રો સાથે એક બેહદ ખૂબસૂરત ટાપુ પર ગયા હતા. રાજીવ ગાંધીના મિત્રોમાં અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પણ સામેલ હતો. પહેલા આ ટાપુ સંદર્ભે જાણી લો. દક્ષિણ ભારતમાં કોચિનથી 465 કિલોમીટર પશ્ચિમ તરફ લક્ષદ્વીપની નજીક એક બેહદ ખૂબસૂરત ટાપુ આવેલો છે અને તેનું નામ બંગારામ છે. આ આખો ટાપુ નિર્જન છે. 0.5 કિલોમીટર વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ ટાપુની પસંદગી સમજી-વિચારીને કરવામાં આવી હતી. અહીં વિદેશી નાગરિકોના આવવા પર કોઈપણ પ્રકારની રોક થી. લક્ષદ્વીપના તત્કાલિન પોલીસ ચીફ પી. એન. અગ્રવાલે કહ્યુ હતુ કે આ બંગારામ ટાપુ બેહદ સુરક્ષિત છે અને દુનિયાથી એક રીતે કપાયેલો વિસ્તાર છે. આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે તે બેહદ સુરક્ષિત છે.

મીડિયાથી છૂપાવવાની કોશિશ રહી નિષ્ફળ

ગાંધી પરિવારના આ એકદમ ગુપ્ત પ્રવાસને મીડિયાથી છૂપાવવાનો ભરચક કોશિશ કરવામાં આવી હતી. તેમ છતાં મીડિયાને 26મી તારીખે જ આની જાણકારી મળી ગઈ હતી. જ્યારે રાહુલ ગાંધીએ પોતાના ચાર દોસ્તો સાથે લક્ષદ્વીપ પ્રશાસનના નારંગી અને સફેદ રંગના એક હેલિકોપ્ટરથી ઉડાણ ભરી હતી. રજા પર અલગ-અલગ ઘણાં સમૂહોમાં લોકો આ ટાપુ પર પહોંચ્યા હતા. જેમાં રાહુલ ગાંધીનું ગ્રુપ પહેલું હતું. સરકારે તે સમયે રાજીવ ગાંધીની રજાઓના ખાનગીપણાને સંપૂર્ણપણે જાળવી રાખવા માટે સમુદ્રી અને હવાઈ બંને માર્ગોથી મોનિટરિંગ કર્યું હતું.

બચ્ચન ફેમિલી સહીત કોણ-કોણ હતા, આલીશાન પાર્ટીમાં સામેલ?

આમા તે વખતે એટલા બધાં હાઈપ્રોફાઈલ લોકો સામેલ હતા કે સમાચાર દબાઈ શકાય તેમ ન હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ચાર મિત્રો, સોનિયા ગાંધીના બહેન અને બનેવી તથા તેમની પુત્રી, સોનિયા ગાંધીના માતા આર. માઈનો, તેમના ભાઈ અને મામા સામેલ હતા. આ તો હતા ગાંધી પરિવારના સગાં.

તે વખતે રાજીવ ગાંધીના બેહદ ખાસ દોસ્ત અમિતાભ બચ્ચન, તેમના પત્ની જયા બચ્ચન અને ત્રણ બાળકો સામેલ હતા. ત્રણ બાળકોમાં અમિતાભના ભાઈ અજિતાભની પુત્રી પણ સામેલ હતી. અજિતાભ બચ્ચન ખુદ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટના ઉલ્લંઘનના મામલામાં શપાયા હતા. આમા અન્ય એક પરિવાર બિજેન્દ્રસિંહનો હતો. બિજેન્દ્ર સિંહ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ સિંહના ભાઈ હતા. આના સિવાય બે વિદેશી મહેમાન પણ આ આલીશાન પાર્ટીમાં સામેલ હતા.

30મી ડિસેમ્બરે રાજીવ અને સોનિયા પહોંચ્યા હતા
રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી 30મી ડિસેમ્બરની બપોરે જ આ ખૂબસૂરત ટાપુ પર રજા ગાળવા માટે પહોંચ્યા હતા. જ્યારે અમિતાભ બચ્ચન એક દિવસ બાદ અહીં કોચીન-કાવારત્તી હેલિકોપ્ટરથી પહોંચ્યા હતા. જયા બચ્ચન ચાર દિવસ પહેલા પ્રિયંકા ગાંધી અને તેમના બાળકો સાથે પહોંચ્યા હતા.

ઈંધણ ભરાવવા માટે બીજા ટાપુ પર ઉતર્યું હતું અમિતાભનું હેલિકોપ્ટર

બંગારામ ટાપુ પર અમિતાભ બચ્ચનના આવવાના અહેવાલને પણ છૂપાવવાની કોશિશ કરવામાં આવી હતી. પંરતુ 31 ડિસેમ્બરે બંગારામથી કેટલાક અંતર દૂર આવેલા એક અન્ય ટાપુ કાવારત્તી પર અમિતાભના હેલિકોપ્ટરને ઈંધણ ભરવા માટે ઉતરવું પડયું હતું. આમા 50 મિનિટ લાગી. ત્યાર બાદ આ વાત જાહેર થઈ ગઈ. રજાઓ ગાળીને પાછા ફરતી વખતે અમિતાભ બચ્ચનની તસવીર ઈન્ડિયન એક્સપ્રેસના ફોટોગ્રાફરે કેપ્ચર કરી હતી. તેના ઉપર અમિતાભ બચ્ચન નારાજ થઈ ગયા હતા. તેમણે ફોટોગ્રાફરને ચેતવણી પણ આપી હતી. પરંતુ ત્યાં સુધીમાં ફોટોગ્રાફર તસવીર લઈ ચુક્યો હતો.

અમિતાભના ભાઈ અજિતાભની ફેરા હેઠળ ચાલી રહી હતી તપાસ

રાજીવ ગાંધીની આ ટૂર પોતાના ઈટાલીના સગાં અને બચ્ચન પરિવારની હાજરીને કારણે ખાસી ચર્ચામાં રહી હતી. રાજીવ ગાંધીની મુશ્કેલી એટલા માટે વધી ગઈ હતી, કારણ કે ફેરા હેઠળ તપાસમાં ફસાયેલા અમિતાભના ભાઈ અજિતાભની પુત્રી પણ રજામાં ફરવા માટે ગઈ હતી. તે સમયે વિપક્ષે સવાલ કર્યો હતો કે આમ કરીને રાજીવ ગાઁધી એ અધિકારીઓને શું સંદેશો આપવા ઈચ્છી રહ્યા હતા જે અમિતાભના ભાઈ અજિતાભ બચ્ચનની સ્વિટ્ઝરલેન્ડની મિલ્કતની તપાસ કરી રહ્યા હતા.

સ્વીમિંગ, સનબાથથી લઈને ફિશિંગ સુધી, દરેક સુવિધા હતી ઉપલબ્ધ

પરંતુ રજાઓ ગાળવાની આલિશાન તૈયારીઓ વચ્ચે તમામ ટીકાઓની સામે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. રજા ગાળવા આવેલા તમામ લોકો તમામ પ્રકારે ઉજવણી કરી રહ્યા હતા. સ્વીમિંગ,સનબાથથી લઈને ફિશિંગ સુધી, તમામ સુવિધાઓ આ શાનદાર ટાપુ પર ઉપલબ્ધ હતી. રજા ગાળવા આવેલા તમામ હાઈપ્રોફાઈલ લોકોએ તેની ખૂબ મજા લીધી હતી. પિકનક મનાવવા માટે નજીકના બે ટાપુઓ થિન્નકારા અને પારિલમાં પણ આ લોકો ગયા હતા. રાજીવ ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જ્યાં બેહદ આકાશી રંગના પાણીનો આનંદ ઉઠાવી રહ્યા હતા. ત્યારે સોનિયા ગાંધી અસ્થમાના ડરથી પોતાની માતા અને જયા બચ્ચન સાથે નારિયેળના વૃક્ષ નીચે વાતો કરતા હતા.

1985માં પણ આવ્યા હતા રાજીવ ગાંધી

રાજીવ ગાંધી આ ટાપુથી પહેલેથી પરિચિત હતા. તેમણએ અહીં એક ડોલ્ફિનને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.નવેમ્બર-1985માં રાજીવ ગાંધી અહીં એક દિવસ માટે રોકાયા હતા. ત્યારે તેમને આ સ્થાન બેહદ પસંદ પડયું હતું.

બાળકોની પાર્ટીનું 18 હજારનું બિલ રાજીવ ગાંધીએ ચુકવ્યું હતું

લક્ષદ્વીપના પ્રશાસક વજાહત હબીબુલ્લાહ તે સમયે રાજીવ ગાંધીના કાર્યકાળમાં વડાપ્રધાન સચિવાલયમાં હતા. તેમમે જણાવ્યુ કે રાજીવ ગાંધીને અહીં ઘણું સારું લાગ્યું હતું. ગત સપ્ટેમ્બરમાં પણ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના ચાર મિત્રો સાથે લક્ષદ્વીપમાં રાજાઓ ગાળવા માટે આવ્યા હતા. રાજીવ ગાંધીએ બાદમાં તેમના 18 હજાર રૂપિયાના બિલની ચુકવણી કરી હતી.

ગાંધી ફેમિલીનો કુક ગયો હતો

લક્ષદ્વીપ પ્રશાસન તરફથી તમામ પ્રકારના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. બંગારામ ટાપુ પર બે રસોઈયાઓ સહીત પાંચ લોકો રોકાયા હતા. ગાંધી પરિવારના ભોજનની પસંદનો ખ્યાલ રાખવા માટે દિલ્હીથી તેમનો પર્સનલ કુક પણ ગયો હતો. આ કુક ભોજન સંદર્ભે દિશા-નિર્દેશ આપી રહ્યો હતો.

દિલ્હીથી ગયો હતો દારૂ, નજીકના ટાપુ પરથી આવી હતી ચિકન

એટલું જન હીં, નવી દિલ્હીથી દારૂ પણ લાવવામાં આવ્યો હતો. નજીકના એક અન્ય ટાપુમાં 100 ચિકનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના સિવાય લક્ષદ્વીપમાંથી તાજા ફળ જમાં પપૈયુ, કેળા જેવા ફળ મોકલવામાં આવ્યા હતા. કાવારત્તીથી 100 બ્રેડ અને બટર મંગાવવામાં આવ્યા હતા. તેના સિવાય કોચીનથી કેડબરીની ચોકલેટ, કોલ્ડ ડ્રિંક્સની 40 ક્રેટ, મિનરલ વોટરની 300 બોટલ, અમૂલ ચીઝ, 20 કિલોગ્રામ લોટ, 105 કિલોગ્રામ ચોખા અને કેટલીક તાજી શાકભાજી મંગાવવામાં આવી હતી. આ સામાની પહેલી ખેપ 23 ડિસેમ્બરે, બીજી ખેપ ત્રણ દિવસ બાદ અને છેલ્લે પહેલી જાન્યુઆરીએ કેટલોક સામાન મોકલવામાં આવ્યો હતો.

ખેલ અધિકારીઓ મુજબ, પ્રશાસનને તમામ બિલોની ચુકવણી કરવા માટે કહી દેવામાં આવ્યું હતું. જેથી બાદમાં રાજીવ ગાંધી આના નાણાં આપી શકે. લક્ષદ્વીપના કલેક્ટર કે. કે. શર્મા પ્રમાણે, તેમમે વીવાઈપી હોલીડે માટે કોઈ ખાસ વ્યવસ્થા કરી ન હી. તો હબીબુલ્લાહ પણ કહી ચુક્યા હતા કે તેની જવાબદારી વડાપ્રધાનને બંગારામ ટાપુ સુધી પહોંચાડવાની જ હતી. ત્યાર બાદ તેઓ ત્યાં પોતાની મરજી મુજબ રહેવા ઈચ્છતા હતા.

10 દિવસ અરબી સમુદ્રમાં ઉભું રહ્યું આઈએનએસ વિરાટ

ભારતના મુખ્ય યુદ્ધજહાજ આઈએનએસ વિરાટનો ગાંધી ફેમિલીને લઈ જવામાં ઉપયોગ કરાયાના અહેવાલો હતા. તેના પર સવાલ ઉઠયા હતા. આઈએનએસ વિરાટને પુરા 10 દિવસ સુધી અરબી સમુદ્રમાં તેનાત કરવામાં આવ્યું હતું. કેટલાક સંરક્ષણ નિષ્ણાતોએ રાજીવ ગાંધીની રજાઓ દરમિયાન નૌસેનાના ઉપયોગ કરવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જણાવવામાં આવે છે કે સમગ્ર રજાઓ દરમિયાન અગત્તીમાં સ્પેશયલ સેટેલાઈટનું સેટઅપ પણ લગાવવામાં આવ્યું હતું.

લક્ષદ્વીપના પર્યટનને મળ્યો ફાયદો

લક્ષદ્વીપના સાંસદ પી. એમ. સઈદે ત્યારે કહ્યુ હતુ કે આ હોલીડેનો લક્ષદ્વીપને ઘણો ફાયદો થયો હતો. લક્ષદ્વીપ સમગ્ર ભારતના સુંદર સ્થાનોમાંથી એક છે. ગાંધી પરિવારની રજાઓ બાદ તાત્કાલિક આની અસર પણ જોવા મળી હતી. આઠમી જાન્યુઆરીએ આ પર્યટન સ્થાન સંદર્ભે સામાન્યના મુકાબલે પાંચ ગળી વધુ પૂછપરછ થઈ હતી.

સૌથી પહેલા પ્રિયંકા અને આખરમાં સોનિયા ગાંધી અહીં આવ્યા હતા

6 જાન્યુઆરીએ ગાંધી પરિવારની આ આલીશાન રજાઓ સમાપ્ત થઈ હતી. ત્યાંથી રવાના થનારા મહેમાનોની પહેલી ખેપમાં પ્રિયંકા હતા. તેઓ પોતાના મિત્રો સાથે ગોવા ચાલ્યા ગયા હતા. બાદમાં વિદેશી મહેમાન રવાના થયા હતા અને પછી બચ્ચન પરિવાર અહીંથી ગયો હતો. તે દિવસે રાજીવ ગાંધી રાહુલ ગાંધી સાથે નેવીના હેલિકોપ્ટરમાં એમિની આઈલેન્ડ ગયા હતા. જ્યાં તેમનો 1988માં પહેલો સત્તાવાર કાર્યક્રમ થવાનો હતો. રાહુલ ગાંધીને આઈએનએસ વિરાટમાં જ રાખવામાં આવ્યા હતા. જેથી રાજીવ ગાંધીની સાથે તેઓ મેંગાલુરુ જઈ શકે. બંગારામ ટાપુથી સૌથી આખરમાં નીકળનારાઓમાં સોનિયા ગાંધી અને તેમના સગાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code