1. Home
  2. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને કારોબારમાં ઉઠાવવું પડયું છે 81.36 અબજ રૂપિયાથી વધુનું નુકસાન!

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને કારોબારમાં ઉઠાવવું પડયું છે 81.36 અબજ રૂપિયાથી વધુનું નુકસાન!

0
Social Share

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કારોબારમાં 1.17 અબજ ડોલરનું નુકસાન ઉઠાવવું પડયું છે. ભારતીય ચલણમાં આ રકમને ફેરવવામાં આવે તો અંદાજે 81 અબજ 36 કરોડ 94 લાખ અને પાંચ હજાર રૂપિયા થાય. ટ્રમ્પને આ નુકસાન રાષ્ટ્રપ્રમુખ બન્યાના ઘણાં સમય પહેલા 1985થી 1994 વચ્ચે ઉઠાવવું પડયું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ટ્રમ્પ દ્વારા દાખલ કરવામાં આવેલા દસ્તાવેજોના આધારે આનો ખુલાસો કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી પહેલા ટ્રમ્પે પોતાનું સેલ્ફમેડ બિલિયોનર કહીને બ્રાન્ડિંગ કર્યું હતું. તેમમે પ્રચાર દરમિયાન એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તે પોતાની યોગ્ય નીતિઓને કારણે એક સફળ કારોબારી બન્યા અને પોતાના કારોબારને બુલંદીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા. પરંતુ અખબારને મળેલા દસ્તાવેજ કંઈક અલગ જ કહાણી દર્શાવે છે.

અખબાર દ્વારા કરવામાં આવેલા ખુલાસા બાદ સેનેટના સદસ્યોએ માગણી કરી છે કે ટ્રમ્પના ગત છ વર્ષના ઈન્કમટેક્સ સંદર્ભેના દસ્તાવોજોની જાણકારીનો પણ ખુલાસો કરવો જોઈએ. ખુદ ટ્રમ્પ પોતાના ઈન્કમટેક્સ સાથે જોડાયેલા દસ્તાવેજોને જાહેર કરવાની માગણીને નકારી ચુક્યા છે.

બીજી તરફ ટ્રેઝરી સેક્રેટરીએ હાઉસ વેઝ એન્ડ મીન્સ કમિટી તરફથી આવનારી દરખાસ્તને નામંજૂર કરી છે. તેમનું કહેવું છે કે જે સમયના દસ્તાવેજોને જાહેર કરવાની માગણી કરાઈ રહી છે, તેનો ઉલ્લેખ અખબારે પોતાના અહેવાલમાં કર્યો નથી.

અખબારના અહેવાલ મુજબ, 1990 અને 1991માં ટ્રમ્પે દર વર્ષે 250 મિલિયન ડોલરનું નુકસાન ઉઠાવ્યું હતું. તે અમેરિકનો દ્વારા જમા કરવામાં આવેલા કુલ ઈન્કમટેક્સથી પણ ઘણું વધારે છે. અખબારે આના પહેલા જાણકારી આપી હતી કે ટ્રમ્પ અને તેમના સંબંધીઓએ એક અન્ય કંપનીની ખોટી રીતે અબજો ડોલરની મદદ કરી છે. અખબારે ત્યાં સુધી કહ્યું છે કે ટ્રમ્પે બિઝનસમાં થયેલા નુકસાન બાદ દશમાંથી આઠ વર્ષ સુધી ઈન્કમટેક્સ આપ્યો નથી.

અખબારે જણાવ્યું છે કે ટ્રમ્પના ટેક્સ અને નુકસાનની જાણકારી કોઈ થર્ડ પર્સન પાસેથી મળી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સે આ જાણકારીની પુષ્ટિ માટે આઈઆરએસ ઈન્ફોર્મેશનના પબ્લિક ડેટાબેસનો ઉપયોગ કર્યો હતો. તેના સિવાય અખબારે પ્રાપ્ત કરેલા ટ્રમ્પના પહેલાના કર દસ્તાવેજો અને તેના ફાઈનાન્શિયલ રેકોર્ડનો પણ ઉપયોગ કર્યો છે.

અખબારે દાવો કર્યો છે કે કેટલાક સપ્તાહ પહેલા વ્હાઈટ હાઉસના અધિકારીએ પણ ટ્રમ્પને થયેલા અબજો ડોલરના નુકસાનની જાણકારી આપી હતી. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પ ઘણીવાર પોતાના દેશની ટેક્સ સિસ્ટમની ખુલ્લેઆમ ઠેકડી ઉડાડીચુક્યા છે. એટલું જ નહીં તેમણે ઘણીવાર ટેક્સના નિયમોમાં ફેરફારની વાત પણ કહી છે. તેમણે કહ્યુ છે કે દેશમાં ઘણાં લોકો જે પ્રમાણમાં નાણાં કમાય છે, તે હિસાબથી ટેક્સ ભરતા નથી.

અખબારને મળેલી જાણકારીના આધારે ટ્રમ્પ તરફથી નિવેદન લેવાની કોશિશ કરવામાં આવી હતી. બાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલ ચાર્લ્સ હાર્ડરે અખબારના અહેવાલને રદિયો આપીને દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમનું કહેવું હતું કે ટ્રમ્પનો કારોબાર ગત 30 વર્ષોથી ઠીકઠાક ચાલી રહ્યો છે. તેમાં કોઈ ગડબડ નથી, જેવો કે અખબારે પોતાના અહેવાલમાં દાવો કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code