1. Home
  2. મહેસાણામાં જનેતાએ જ 12 દિવસની માસુમ બાળકીની કરી હત્યા

મહેસાણામાં જનેતાએ જ 12 દિવસની માસુમ બાળકીની કરી હત્યા

0

મહેસાણાઃ કડીના લુહારકુઈમાં માતાએ જ 12 દિવસની માસુમ બાળકીને પાણીના ટાંકામાં ફેંકી દઈને તેની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. આ અંગેની ફરિયાદ પતિએ જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે હત્યા કરનારી માતાની ધરપકડ કરી છે. આ બનાવને પગલે લોકોએ માતા ઉપર ફિટકાર વરસાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર લુહારફઈના ઉંડીફળીમાં રહેલા મનિષાબેન ખાનચંદાણીના પતિ તૈયાર વસ્ત્રોના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા. 29મી એપ્રિલના રોજ મનીષાએ દીકરીને જન્મ આપ્યો હતો. જે બાદમાં પહેલી મેથી સાતમી મે સુધી દીકરીને પીળીયો થયો હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. તા. 10મી મેના મહિલાના પતિ જ્યારે બાજુમાં દૂધ લેવા ગયો હતો ત્યારે તેની પત્ની પાસે દીકરી જોવા મળી ન હતી. શોધખોળ બાદ દીકરી પાણીની ટાંકીમાંથી મળી આવી હતી જેને હોસ્પિટલે ખસેડતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ બનાવ અંગે મનિષાબેનના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. દરમિયાન મનિષાબેનને પોતાના ગુના બાબતે પ્રસ્તાવો થતાં તેણે જ દીકરીને પાણીમાં ટાંકીમાં નાખી દીધાનું કબૂલ કર્યું હતું. દીકરીને પાણીની ટાંકીમાં નાખી દીધા બાદ મહિલાએ તેની ઉપર ઢાંકણું બંધ કરી દીધું હતું. હત્યા કરનારા મનિષાબેને વર્ષ 2015માં પ્રેમ લગ્ન કર્યા હતા. તેમજ તાજેતરમાં જ તેમના ધરે દીકરીનો જન્મ થયો હતો. આ અંગે પોલીસે મહિલાની ધરપકડ કરીને હત્યાનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.