1. Home
  2. બનાસકાંઠામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ લાગી આગઃ બે વ્યક્તિઓ થઈ ભડથું

બનાસકાંઠામાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ લાગી આગઃ બે વ્યક્તિઓ થઈ ભડથું

0

ડીસાઃ બનાસકાંઠાના ડીસા-ભીલડી હાઈવે પર બે ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગતા ડ્રાઈવર અને ક્લિનર ભડથું થઈ ગયા હતા. કોલસો ભરેલા ટ્રેલરના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું. ત્યાર બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડીસા-ભીલડી હાઈવે પર એક ટ્રેલરમાં ખામી સર્જાયા રોડની સાઈડમાં ઉભુ રહ્યું હતું. દરમિયાન કોલસા ભરેલુ ટેન્કર પૂર ઝડપે પસાર થતું હતું. ત્યારે તેના ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમવતા રોડની સાઈડમાં પડેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત બાદ ટ્રેલરમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. બીજી તરફ ટ્રેલરમાં સવાર ચાલક અને ક્લિનર બહાર નીકળી શક્યાં ન હતા. જેથી બન્ને જણા આગમાં ભડથું થઈ ગયું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસની ટીમે બન્ને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. તેમજ તેમની ઓળખ મેળવવાની તજવીજ આરંભી હતી. દુર્ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહનોની લાંબી લાઈન લાગી હતી. જેથી પોલીસે ટ્રાફિક જામ હળવો કરવાની કવાયત આરંભી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.