નવી દિલ્હી: ભારતીય સેનાની શક્તિમાં વધારો થવા જઈ રહ્યો છે. ભારતીય સેનામાં 464 નવી ટી-90 ભીષ્મ ટેન્ક સામેલ થશે. જાણકારી મુજબ, ભારત સરકારે ભીષ્મ ટેન્ક માટે રશિયા સાથે 13448 કરોડ રૂપિયાનો સંરક્ષણ સોદો કર્યો છે. ભારતીય સેનાને રશિયા પાસેથી આ તમામ ટેન્ક 2022-26 સુધીમાં મળી જશે.

ભારતીય સેના આ ટેન્કોને પાકિસ્તાન સાથેની સરહદે તેનાત કરશે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ, આ ટેન્કોને લઈને એક માસ પહેલા જ રશિયા પાસેથી સંપાદનના પરવાનાને મંજૂરી મળી ગઈ છે. 464 ટી-90 ટેન્કોના ઉત્પાદન માટે ઈન્ટેન્ડ જલ્દીથી ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ હેઠળ ચેન્નઈના અવાડી હેવી વ્હીકલ ફેક્ટરીમાં અપાશે.
આ નવી ટી-90 ટેન્ક ભારતમાં જ તૈયાર થશે. આ નવી ટેન્કોમાં રાત્રે પણ લડવાની ક્ષમતા હશે. ભારતે પહેલા જ પોતાની ટી-90 ટેન્કો માટે વધારાની લેઝર ગાઈડેડ ઈન્વાર મિસાઈલ અને 125 મીમી આર્મપિયરિંગ ફિન સ્ટેબલાઈજ્ઢ ડિસાઈડિંગ સોબટ એટલે કે એપીએફએસડીએસ દારૂગોળાની ખરીદી કરી છે. જો કે સેનાના ફ્યૂચર રેડી યુદ્ધ વાહન પ્રોજેક્ટનો હજી સુધી પ્રારંભ થયો નથી. નવી ટી-90 ટેન્ક બનાવવાથી પહેલા જૂની ટી-72 ટેન્કોને બદલવા માટે શરૂઆતમાં 1770 એફઆરસીવી બનાવવામાં આવશે.
સૂત્રો મુજબ, પાકિસ્તાન પણ રશિયા પાસેથી જ લગભગ
360 ટેન્ક પ્રાપ્ત કરવા માટેના એક કરાર મામલે ચર્ચા કરી રહ્યું છે. રશિયા પાસેથી
ટી-90 ટેન્ક સંપાદીત કરવા માટે પાકિસ્તાન ચીન સાથે મળીને આને સ્વદેશી ધોરણે
નિર્માણ કરવા માંગે છે. મહત્વપૂર્ણ છે કે ભારતીય સેનાની 67 બખ્તરબંધ રેજિમેન્ટ
પેહેલેથી જ 1070 ટી-90, 124 અર્જુન અને 2400 જૂની ટી-72 ટેન્કોનો ઉપયોગ કરે છે.
શરૂઆતમાં 657 ટી-90 ટેન્ક 2001માં રશિયા પાસેથી 8525 રૂપિયામાં ઈમ્પોર્ટ કરવામાં
આવી હતી. અન્ય 1000 ટેન્કોનું લાયસન્સ લીધા બાદ તેને એચવીએફે રશિયન કિટથી નિર્માણ
કરવામાં આવ્યા હતા.