1. Home
  2. સાણંદ અને કડીમાં આગામી દિવસોમાં યોજાશે દલિત સંમેલન

સાણંદ અને કડીમાં આગામી દિવસોમાં યોજાશે દલિત સંમેલન

0

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી અનુસૂચિત જાતિ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આગામી તા. 18 અને 22મીએ સાણંદના નાની દેવતી ગામ અને કડીમાં દલિત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

રાજ્યમાં અનુસૂચિત જાતિ ઉપર થઈ રહેલા અત્યાચાર મુદ્દે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમજ કહ્યું હતું કે, આવી ઘટનાઓ ગુજરાત માટે શરમજનક ઘટનાઓ છે, આ પ્રકારની ઘટનાઓ બનવા છતાં મુખ્યમંત્રી દલિત મિત્ર બન્યા નથી. તેમજ કોઈ અપીલ પણ કરવામાં આવી નથી. એટલુ જ નહીં રાજ્યના મંત્રી કે ડીજીપીએ જ્યાં અત્યાચાર થયો તે ગામની મુલાકાત પણ લીધી નથી. તેમજ ડીવાયએસપી ફાલ્ગુની પટેલ સામે એટ્રોસિટી અને આઈપીસી મુજબ ગુનો નોંધવાની માંગણી કરી હતી.

ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું હતું કે,  ફાલ્ગુની પટેલને સસ્પેન્ડ કર્યા નથી. Dysp સામે ફરિયાદ માટે ખભીંસર ગામના લોકો પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ધક્કા થાય છે. આ માટે અમે સુપ્રીમ સુધી લડી લઈશું અને ચક્કાજામ કરવા પડે તો એ પણ કરીશું. પાંચેય ગામમાં પહેલી વાર વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે ન કાઢવા દીધો. સરકારને આગોતરી જાણ હોવા છતાં આ બનાવ બન્યા હતા. આગામી દિવસોમાં સાણંદ અને કડીમાં દલિત સંમેલન યોજાશે જેમાં આગામી રણનીતિ ઘડવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.