1. Home
  2. રાજકોટમાં હોલમાર્ક મુદ્દે સોની બજારમાં દરોડાઃ સોની વેપારીઓમાં ફફડાટ

રાજકોટમાં હોલમાર્ક મુદ્દે સોની બજારમાં દરોડાઃ સોની વેપારીઓમાં ફફડાટ

0

રાજકોટઃ શહેરમાં સરકારી અધિકારીઓએ હોલમાર્કના મુદ્દે સોની વેપારીઓના મોટા પાયે દરોડા પાડ્યાં હતા. દરમિયાન વગર હોલમાર્ગના લાયસન્સ વગર વેચાણ કરવા હોવાનું ખૂલ્યું હતું. અધિકારીઓએ પોલીસને સાથે રાખીને દાગીના સીલ કર્યા હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં હોલમાર્કના વપરાશ મુદ્દે સોની વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. સોની વેપારીઓને ત્યાં અધિકારીઓના દરોડા બાદ સોની બજારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કેટલાક સોની વેપારીઓને નિયમની જાણ ન હોવાથી તે લાઇસન્સ વગર હોલમાર્ક વાળા દાગીનાનું વેચાણ કરતા હોવાની માહિતીને પગલે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાના પગલે સોની વેપારીઓએ હડતાળ કરી અને વિરોધ કરવાની તૈયારી કરી હતી… દરમિયાન સોની એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે, હોલમાર્કના દાગીનાનું વેચાણ કરવા માટે બીઆઈએસનું લાયસન્સ હોવું અનિવાર્ય છે.

અધિકારીઓએ બીઆઈએસ હોલમાર્ક વાળા દાગીના સીલ કરવામાં આવ્યા હતા. અધિકરીઓએ પોલીસને સાથે રાખી અને દાગીના સીલ કર્યા હતા. બીજી તરફ વેપારીઓએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે, દાગીના દુકાનમાં આવે ત્યારેને ત્યારે હોલમાર્ક નથી લગાવતા, વેપારીઓ દાગીના ખરીદી અને હોલમાર્કના સર્ટિફિકેટ ધરાવતાં વેપારી પાસે હોલમાર્ક મેળવી અને પછી જ વેચે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.