કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા. અહીંયા બાબા મહાકાલના મંદિરમાં તેમની વિશેષ પૂજા-અર્ચના કરી. તેમની સાથે મુખ્યમંત્રી કમલનાથ પણ હાજર રહ્યા. ઉજ્જૈનમાં પ્રિયંકાએ 2 કિલોમીટર લાંબો રોડ શૉ કર્યો. પ્રિયંકા આજે રતલામમાં જનસભાને સંબોધિત કરશે. સાંજે તેઓ ઇંદોરમાં રોડ શૉ પણ કરશે.

પ્રિયંકા ગાંધી ઇંદોર થઈને ઉજ્જૈન પહોંચી. ઇંદોર એરપોર્ટ પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તેમનું સ્વાગત કર્યું. પ્રિયંકાની સાથે મહિલા કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શોભા ઓઝા, મધ્યપ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્ચના જયસ્વાલ સહિત તમામ નેતાઓ હાજર હતા. મળતી માહિતી પ્રમાણે, મંદિરના પૂજારીઓએ પ્રિયંકા પાસે પંચામૃત પૂજન કરાવ્યું.

સાંજે પ્રિયંકા ગાંધી ઇંદોરમાં રોડ શૉ કરશે. અહીંયા આશરે 4 કિલોમીટરનો રોડ શૉ કરવામાં આવશે. પ્રિયંકાની મુલાકાતથી કોંગ્રેસ પાર્ટીને માલવા અને નિમાડ હેઠળ આવતી આઠ સીટ્સ ઇંદોર, રતલામ, ધાર, ખરગોન, મંદસૌર, દેવાસ, ઉજ્જૈન અને ખંડવા સીટ્સ પર ફાયદો થવાની અપેક્ષા છે.