1. Home
  2. દિલ્હીમાં પ્રિયંકા ગાંધીએ પતિ રોબર્ટ વાડ્રા સાથે કર્યું વોટિંગ, કહ્યું-સ્પષ્ટ છે કે ભાજપની સરકાર જઈ રહી છે

દિલ્હીમાં પ્રિયંકા ગાંધીએ પતિ રોબર્ટ વાડ્રા સાથે કર્યું વોટિંગ, કહ્યું-સ્પષ્ટ છે કે ભાજપની સરકાર જઈ રહી છે

0

નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના પતિ રોબર્ટ વાડ્રા સાથે વોટિંગ કર્યું છે. પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ લોધી એસ્ટેટના વિદ્યાભવન મહાવિદ્યાલય સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. વોટિંગ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે આ વખતે સ્પષ્ટ છે કે ભાજપ જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યુ કે હાલની સરકારથી જનતા ત્રસ્ત છે અને પરેશાન પણ છે.

પ્રિયંકા ગાંધીએ પોતાના પતિ રોબર્ટ વાડ્રા સાથે પગપાળા પોલિંગ બૂથ પર પહોંચીને વોટિંગ કર્યા બાદ સ્યાહી લાગેલી આંગળી મીડિયાના કેમેરા સામે દર્શાવી હતી.

વોટ કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમે લોકશાહી બચાવવા માટે મતદાન કર્યું છે. જનતામાં આક્રોશ છે, જનતા ત્રસ્ત છે અને પરેશાન છે. સ્પષ્ટ છે કે ભાજપની સરકાર જઈ રહી છે, તે હારી રહી છે.

પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું છે કે મને આશા છે કે દિલ્હીમાં કોંગ્રેસ સારું કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેઓ બે કરોડ઼ રોજગાર આપશે. સૌના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવામાં આવશે. આ વાત હવે તે (પીએમ મોદી) કરતા નથી. હવે તેઓ માત્ર આમતેમ વાતો કરે છે.

મહત્વપૂર્ણ છે કે આજે છઠ્ઠા તબક્કામાં દિલ્હીમાં તમામ સાત બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. આ તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો પર વોટિંગની પ્રક્રિયા સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થઈ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.