1. Home
  2. કેન્દ્રમાં આવનારી આગામી સરકાર સામે હશે વધતી મોંઘવારી પહેલો પડકાર

કેન્દ્રમાં આવનારી આગામી સરકાર સામે હશે વધતી મોંઘવારી પહેલો પડકાર

0

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે દશ દિવસો જ બાકી છે. પરિણામ બાદ કેન્દ્રમાં ચાહે જે પણ પાર્ટીની સરકાર બને, તેને એક નવા પડકારનો સામનો કરવો પડશે. ગત કેટલાક મહીનામાં ઘણી ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત વધવા લાગી છે. પશ્ચિમી અને દક્ષિણી ભારતના ઘણાં વિસ્તારોમાં દુકાળ અને ગરમી જલ્દી આવવાના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતો વધી છે.

મહત્વપૂર્ણ છે કે ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકારના કાર્યકાળમાં દેશને મોંઘવારીથી ઘણી રાહત મળી હતી. ખાદ્ય મોંઘવારી અને રિટેલ મોંઘવારી બંને ઘણાં નીચે રહ્યા છે. પરંતુ હવે કેન્દ્ર સરકારમાં જે પણ સરકાર આવશે, તેમના માટે વધતી મોંઘવારી ફરીથી એક પડકાર પેદા કરી શકે છે. યુપીએ સરકારના કાર્યકાળમાં મોંઘવારીના ઘણાં ઊંચા આંકડાના કારણે જ જનતા પરેશાન થઈ ગઈ હતી અને તેના કારણે સરકાર વિરુદ્ધ માહોલ બની ગયો હતો. પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીમાં મોંઘવારી કોઈ મામલો જ નથી.

ગત સપ્તાહે ન્યૂઝ એજન્સી રોયટર્સના એક સર્વેક્ષણમાં મોટાભાગના જાણકારોએ એ વાત માની છે કે એપ્રિલ માસ માટે મોંઘવારી દર વધીને છ માસની ઊંચાઈ પર જઈ શકે છે. જો કે તેમ છતાં તે રિઝર્વ બેંક માટે સુવિધાજનક સ્તર 4 ટકાથી ઓછો રહી શકે છે. સરકાર એપ્રિલ માસ માટે મોંઘવારીના આંકડા સોમવારે જાહેર કરશે.

સતત નવ માસથી મોંઘવારી રિઝર્વ બેંક માટે સુવિધાજનક સ્તર પર બનેલી છે. રિઝર્વ બેંક ફેબ્રુઆરી અને એપ્રિલ માસમાં બે વખત વ્યાજદરોમાં ઘટાડો કરી ચુકી છે. સર્વેમાં સામેલ 40 અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે એપ્રિલમાં મોંઘવારી દર વધીને 2.97 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે માર્ચમાં તે 2.86 ટકા હતું. શાકભાજી,અનાજ જેવી ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી વધવાને કારણે મુખ્ય મોંઘવારીના આંકડા વધી રહ્યા છે.

આગામી માસમાં મોંઘવારીના વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજતેલની કિંમતો વધતી જઈ રહી છે અને એવું માનવામાં આવે છે કે સરકાર ચૂંટણીઓને જોતા દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી રહી નથી. એટલે કે ચૂંટણીઓ બાદ તેની કિંમતોમાં મોટો વધારો થઈ શકે છે. ઈંધણની કિંમતોના વધવાથી ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં વધારો કરશે.

કેટલાક જાણકારોનું એવું પણ કહેવું છે કે મોંઘવારીનું વધવું ખેડૂતો માટે તો ફાયદાકારક હશે, પરંતુ આ ઉપભોક્તા માટે ખરાબ હશે તથા આગામી સરકાર માટે પડકારજનક હશે.

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, શાકભાજીની કિંમત ગત એક વર્ષમાં 13થી 15 ટકા સુધી વધી ચુકી છે. સૌથી વધારે સમસ્યા દૂધને લઈને થવાની છે, કારણ કે પશુઓનો ઘાસચારો સતત મોંઘો થઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code