1. Home
  2. વેદાંતા-ઓએનજીસીનો પ્રોજેક્ટ શરૂ, પાર્ટીઓનો સવાલ આચાર સંહીતામાં મંજૂરી કેવી?

વેદાંતા-ઓએનજીસીનો પ્રોજેક્ટ શરૂ, પાર્ટીઓનો સવાલ આચાર સંહીતામાં મંજૂરી કેવી?

0

ચેન્નઈ : તમિલનાડુમાં ઓઈલના કુવા શોધવા માટે કેન્દ્ર સરકાર તરફથી બે કંપનીઓને મંજૂરી આપવાના નિર્ણયને ડીએમકે અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને ખોટો ગણાવ્યો છે. આ નિર્ણયની ટીકા કરતા સ્ટાલિને કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત પ્રોજેક્ટને તાત્કાલિક રદ્દ કરવાની માગણી કરી છે. તેમણે કહ્યુ છે કે દેશમાં જ્યારે આચાર સંહીતા લાગુ છે, ત્યારે કેવી રીતે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી.

કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયે વેદાંતા અને સરકારી કંપની ઓએનજીસીના હાઈડ્રોકાર્બન પ્રોજેક્ટને પર્યાવરણ પ્રભાવ આકલન (એનવાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ)ની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ આ કંપનીઓએ તમિલનાડુના વિલ્લૂપુરમ અને પુડ્ડુચેરીમાં પોતાના પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ પર પડનારી અસરનું આકલન શરૂ કર્યું છે ડીએમકે સહીતની ઘણી પાર્ટીઓએ આનો વિરોધ કર્યો છે. આ પાર્ટીઓમાં પીએમકે અને એએમએમકે પણ સામેલ છે.

ડીએમકે અધ્યક્ષ સ્ટાલિને કેન્દ્ર સરકારના આ નિર્ણયનો ઘણો વિરોધ કર્યો છે અને કહ્યુ છે કે આ પગલું આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે નવી સરકાર બનાવવા સુધી પ્રોજેક્ટને રદ્દ કરવાનો આગ્રહ કર્યો છે. સ્ટાલિને કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે વેદાંતાથી તેની ઘનિષ્ઠતાને કારણે પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. તેમણે ચૂંટણી પંચને આમા હસ્તક્ષેપ કરવા અને પ્રોજેક્ટને રદ્દ કરવાની વિનંતી કરી છે.

પીએમકેના સંસ્થાપક અંબુમણિ રામદાસે પણ નિર્ણય પર વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યુ છે કે હાઈડ્રોકાર્બન પ્રોજેક્ટ સામાન્યરીતે ખતરનાક હોય છે. તેમના પ્રમાણે, વેદાંતાને આવો પ્રોજેક્ટ આપવામાં આવે તે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.

બીજી તરફ ટીટીવી દિનાકરન પણ વિરોધમાં ઉતરી આવ્યા અને કહ્યુ કે વેદાંતાએ આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર પર ભારે દબાણ બનાવ્યું હશે. દિનાકરને તમિલનાડુ સરકારને આ પ્રોજેક્ટ વિરુદ્ધ ઉતરવાનો આગ્રહ કર્યો છે, જેવો કે પુડ્ડુચેરી સરકારે પણ કર્યો છે.

સ્ટાલિને આ નિર્ણયની આકરી ટીકા કરી જેના પ્રમાણે વર્ષ 2018માં કેન્દ્ર અને વેદાંતા, ઓએનજીસી વચ્ચે એક કરાર હેઠળ ઓઈલના કુવા બનાવવાની મંજૂરી આપવામાં આવી. વેદાંતા જ્યાં 274 ઓઈલના કુવા તો ઓએનજીસીને 67 કુવા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. સ્ટાલિન પ્રમાણે, તમિલનાડુમાં ખેડૂતોના ભારે વિરોધ છતાં આ પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવી છે.

ડીએમકેના પ્રમુખે પ્રોજેક્ટનો વિરોધ નહીં કરવાને લઈને ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમને પણ આડે હાથ લીધું હતું. તેમણે કહ્યુ હતુ કે જ્યારે આચારસંહીતા લાગુ છે, તો ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર)ની મંજૂરી આફવી ચૂંટણીના નિયમોની વિરુદ્ધ છે. તેમણે એઆઈએડીએમકે સમક્ષ માગણી કરી છે કે ચૂંટણીના કાયદા-કાનૂનોને જોતા તેને સુનિશ્ચિત કરવા જોઈએ કે પ્રોજેક્ટ શરૂ થાય નહીં.

એઆઈએડીએમકેના સાથીપક્ષ પીએમકેના અધ્યક્ષ રામદાસે કેન્દ્ર સરકારના આ સ્ટેન્ડની ટીકા કરી છે કે જેમાં તેમણે કહ્યુ હતું કે રાજ્યમાં આવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યુ છે કે આનાથી કાવેરી-ડેલ્ટાનો વિસ્તાર ઘણો પ્રભાવિત થશે. માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને દરેક સંજોગોમાં આ પ્રોજેક્ટને રોકવાની કોશિશ કરવી જોઈએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code