1. Home
  2. આચાર સંહિતા ઉલ્લંઘન મામલામાં ગિરિરાજસિંહે કોર્ટમાં કર્યું સરન્ડર, મળ્યા જામીન

આચાર સંહિતા ઉલ્લંઘન મામલામાં ગિરિરાજસિંહે કોર્ટમાં કર્યું સરન્ડર, મળ્યા જામીન

0

બેગૂસરાય : બિહારની બેગૂસરાય લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે આચાર સંહિતા ઉલ્લંઘનના કેસમાં આજે એટલે કે મંગળવારે બેગૂસરાય વ્યવહાર ન્યાયાલયના સીજેએમ ઠાકુર અમન કુમારની કોર્ટમાં સરન્ડર કર્યું છે. સરન્ડર કર્યા બાદ કોર્ટમાંથી ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગિરિરાજ સિંહને જામીન મળ્યા છે.

પોતાના નિવેદનોને લઈને હંમેશા સમાચારમાં રહેતા ગિરિરાજસિંહ પર આરોપ હતો કે 24 એપ્રિલે જીડી કોલેજમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા દરમિયાન વંદેમાતરમને લઈને લઘુમતી સમુદાય પર વિવાદીત નિવેદન આપ્યું હતું. આના સંદર્બે શહેર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવામાં આવી હતી.

આ મામલામાં આજે સીજેએમ કોર્ટમાં ગિરિરાજસિંહે આત્મસમર્પણ કર્યું છે. તેના પછી તેમને જામીન મળી ગયા છે. વકીલ અમરેન્દ્રકુમાર અમરે કહ્યુ છે કે સરન્ડર બાદ જામીન મળી ગયા છે. ગિરિરાજસિંહે કહ્યુ છે કે હું કાયદાનું સમ્મન કરું છું. ગલતફેમીમાં મારા ઉપર મામલો દાખલ કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે કહ્યુ છે કે વંદે માતરમ કહેવું દેશમાં અપરાધ નથી. મે લોકોને સલાહ આપી હતી.

ચૂંટણી પંચે ગિરિરાજ સિંહપર નિવેદન માટે નોટિસ જાહેર કરી હતી. જેમાં ગિરિરાજ સિંહનું કહેવું હતું કે જે વ્યક્તિ વંદેમાતરમ કહેતો નથી, તે પોતાની માતૃભૂમિની પૂજા કેવી રીતે કરી શકશે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે મારા પિતા અને દાદાનું મૃત્યુ ગંગા કિનારે થયું હતું અને તેમને કબરની જરૂરત પણ પડી ન હતી. પંતુ તમારા મર્યા બાદ પણ ત્રણ હાથ જમીનની જરૂરત છે. તેમ છતાં પણ જો આવું કરો છો, તો દેશ તમને ક્યારેય માફ કરશે નહીં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.