1. Home
  2. લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીની મુશ્કેલીઓમાં વધારો, ચીની મિલ કૌભાંડ મામલે ED કરશે મની લોન્ડ્રિંગની તપાસ

લોકસભા ચૂંટણી વચ્ચે માયાવતીની મુશ્કેલીઓમાં વધારો, ચીની મિલ કૌભાંડ મામલે ED કરશે મની લોન્ડ્રિંગની તપાસ

0

લોકસભા ચૂંટણીની વચ્ચે માયાવતી રાજમાં વેચવામાં આવેલી ચાઈનીઝ મિલોનો કેસ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસ હેઠળ પણ આવી ગયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે આ કેસમાં મની લોન્ડ્રિંગમા તપાસ કરશે. મામલાની તપાસ કરી રહેલી સીબીઆઇને મની લોન્ડ્રિંગ સાથે સંકળાયેલા દસ્તાવેજો મળ્યા હતા, જે ઇડીને સોંપી દેવામાં આવ્યા છે.

યુપીમાં વર્ષ 2010-11માં 21 ચીની મિલોને ખોટી રીતે વેચવાનો આરોપ છે. આ મામલે હવે ઇડીએ પણ સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. આરોપ છે કે સરકારે એક કંપનીને ફાયદો કરાવી આપવા માટે નકલી બેલેન્સ શીટ અને રોકાણના નકલી કાગળિયાઓના આધારે હરાજીમાં સામેલ થવા માટે યોગ્ય માની લીધી. આ રીતે મોટાભાગની ચીની મિલ આ કંનીને અડધા-પોણા ભાવોમાં વેચી દેવામાં આવી. આ કંપનીનું નામ નમ્રતા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ છે.

રસપ્રદ વાત એ છે કે જે સમયે આ ચીની મિલ નમ્રતા કંપનીને વેચવામાં આવી તે સમયે યુપીમાં બહુજન સમાજ પાર્ટીની સરકાર હતી અને માયાવતી રાજ્યના મુખ્યમંત્રી હતા.

વર્ષ 2017માં યુપીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એપ્રિલ 2018માં ચીની મિલ વેચવાના કેસની સીબીઆઇ તપાસ કરવાની ભલામણ કરી હતી. યોગી સરકારની ભલામણ પછી સીબીઆઇએ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં જ આ મામલે ગરબડની વાત સામે આવી હતી.

આરોપ છે કે ચીની મિલોના અયોગ્ય વેચાણથી આશરે 1179 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સીબીઆઇ તપાસમાં એ વાત સામે આવી છે કે આ મામલો મની લોન્ડ્રિંગનો પણ છે. જે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.