ગુજરાતમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતની જગ્યાએ આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સામાન્ય રીતે ચોમાસામાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસે છે. પરંતુ આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મહેરબાન થયાં છે. ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સિઝનનો 41 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 18, કચ્છમાં 14, દક્ષિણ ગુજરાતમાં 13, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 8 અને ઉત્તર ગુજરાતમાં […]


