1. Home
  2. ગૃહમાં સક્રિય રહેલા 338 સાંસદો શું ફરીથી પહોંચી શકશે લોકસભામાં? શિવસેનાના સાંસદોનો શ્રેષ્ઠ દેખાવ, ટીએમસીના સાંસદોનું પ્રદર્શન ખરાબ

ગૃહમાં સક્રિય રહેલા 338 સાંસદો શું ફરીથી પહોંચી શકશે લોકસભામાં? શિવસેનાના સાંસદોનો શ્રેષ્ઠ દેખાવ, ટીએમસીના સાંસદોનું પ્રદર્શન ખરાબ

0
Social Share

લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર 338 સાંસદો ચૂંટણી મેદાનમાં છે. આ તે સાંસદો છે કે જેમની સંસદના કામકાજમાં સક્રિયતા અન્યો કરતા વધારે રહી છે. કદાચ તેના આધારે જ આ સાંસદો પોતપોતાની પાર્ટીની ટિકિટો મેળવવામાં કામિયાબ રહ્યા છે. પરંતુ હવે એ જોવું રસપ્રદ રહેશે કે આમાથી કેટલા સાંસદોને જનતા ફરીથી સંસદમાં પહોંચવાની તક આપે છે.

લોકસભાની ચૂંટણીનો હવે સાતમો અને છેલ્લો તબક્કો બાકી છે. 19મી મેના રોજ આખરી તબક્કાનું મતદાન અને 23 મેએ પરિણામ આવવાનું છે. 16મી લોકસભાના રેકોર્ડ પર નજર નાખીએ તો ઓછામાં ઓછા બે ક્ષેત્રોમાં આ લોકસભામાં સાંસદોએ સારું પ્રદર્શન કર્યું છે.

પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચના આંકડા મુજબ, 15મી લોકસભાના સાંસદોની ગૃહમાં સરેરાશ ઉપસ્થિતિ 76 ટકા હતી.  તેની સરખામણીમાં 16મી લોકસભાના સાંસદોની સરેરાશ હાજરી 80 ટકા નોંધાઈ છે. ગૃહમાં વિભિન્ન મામલે ચર્ચામાં ભાગ લેવાનો આંકડો પણ હાલની લોકસભાના સાંસદોનો વધારે રહ્યો છે.

જો કે લોકસભાની શરૂઆતના સમયગાળાની સરખામણી કરવામાં આવે, તો તેમા કામકાજમાં ઐતિહાસિક સ્તરનો ઘટાડો પણ આવ્યો છે. પહેલી ચર લોકસભાઓમાં સંસદના કામકાજના સરેરાશ કલાકો 3549 હતા, તો આખરી ચાર લોકસભામાં તે ઘટીને 1661 રહી ગયા છે.

પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચમાં આઉટરીચના પ્રમુખ ચક્ષુ રોયનું માનવું છે કે બની શકે છે કે હાલની લોકસભાએ પોતાના પુરોગામીઓ કરતા વધારે કામ કર્યું હોય, પરંતુ સામાન્યપણે આ ઓછું પ્રભાવી રહ્યું છે. તેનું એક કારણ 16મી લોકસભાનો કાર્યકાળ સતત અડચણોને કારણે પ્રભાવિત હોવાનું પણ છે.

પ્રવર્તમાન લોકસભાના તમામ મુખ્ય રાજકીય પક્ષો (ઓછામાં ઓછા દશ સાંસદોવાળી પાર્ટીઓ)માં શિવસેનાના સાંસદોએ સૌથી વધારે હાજરી નોંધાવી છે અને સૌથી વધુ સવાલો પણ પુછયા છે. આ મામલામાં સૌથી ખરાબ પ્રદર્શન તૃણમૂલ કોંગ્રેસના સાંસદોનું રહ્યું છે. મુખ્ય રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપના સાંસદોનો દેખાવ કોંગ્રેસ કરતા સારો રહ્યો છે.

વ્યક્તિગત પ્રદર્શનમાં અસમાનતાઓ

હાલની લોકસભાના સાંસદોના વ્યક્તિગત પ્રદર્શનમાં અસમાનતાઓ રહેલી છે. રિપોર્ટથી ઉજાગર થાય છે કે ચાર સાંસદોએ ગત પાંચ વર્ષોમાં કુલ ચાર સત્રોના પાંચમા હિસ્સાથી પણ ઓછામાં ભાગ લીધો. જ્યારે છ સાંસદો દરેક સત્રમાં હાજર રહ્યા હતા.

સક્રિય સાંસદ રહ્યા ભૌરોં મિશ્રા

16મી લોકસભામાં સૌથી સક્રિય સાંસદ ભાજપના ભૈરોંપ્રસાદ મિશ્રા રહ્યા હતા. યુપીના બાંદાથી લોકસભાના સાંસદ ભૌરોં મિશ્રાએ એકપણ સત્ર ગુમાવ્યું નથી.

ગૃહમાં હાજરી

76 ટકા 15મી લોકસભામાં હાજરી રહી હતી

80 ટકા 16મી લોકસભામાં હાજરી રહી હતી

ચર્ચામાં સામેલગીરી

38 ટકા 15મી લોકસભા

65 ટકા 16મી લોકસભા

ગૃહમાં બિલને મંજૂરી

116 15મી લોકસભામાં મંજૂર

133 16મી લોકસભામાં મંજૂર

સાંસદો દ્વારા સવાલ

305 15મી લોકસભામાં

287 16મી લોકસભામાં

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code