HomeEnglishDefenceત્રણેય સેનાઓમાં સેવા આપનાર એકમાત્ર જાંબાજ વ્યક્તિનો આજે છે 100 મો જન્મદિવસ

ત્રણેય સેનાઓમાં સેવા આપનાર એકમાત્ર જાંબાજ વ્યક્તિનો આજે છે 100 મો જન્મદિવસ

  • 100 વર્ષના થયા કર્નલ પૃથ્વીપાલ સિંહ ગિલ
  • ત્રણેય સેનાઓમાં સેવા આપનાર એકમાત્ર વ્યક્તિ
  • લેફ્ટેનન્ટ જનરલે ટ્વિટર પર ગિલ વિશે આપી માહિતી

ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન નેવીમાં સેવા આપનાર એકમાત્ર અધિકારી કર્નલ પૃથ્વીપાલ સિંહ ગિલે તેમના જીવનના 100 વર્ષ પૂર્ણ કર્યા છે. તેમણે દ્રિતીય વિશ્વ યુદ્ધ અને 1965 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લીધો હતો. કર્નલ પૃથ્વીપાલ સિંહ ગિલ પરિવારની સંમતિ વિના અંગ્રેજોના શાસનમાં રોયલ ઈન્ડિયન એરફોર્સમાં સામેલ થયા હતા.

બાદમાં તેને કરાચીમાં તૈનાત પાઇલટ અધિકારી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. તે હોવર્ડ એરક્રાફ્ટ ઉડાવતા હતા. લેફ્ટેનન્ટ જનરલ કે.જે.સિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ગિલ વિશે આ માહિતી આપી હતી. તેણે સોશિયલ મીડિયામાં તેની યુવાનીનો એક ફોટો અને હાલના સમયનો એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે, ‘કર્નલ પૃથ્વી પાલ સિંહ ગિલ – 100 નોટ આઉટ’.

કર્નલ પૃથ્વીપાલ સિંહ ગિલને બાદમાં ભારતીય નૌસેનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા,જ્યાં તેમણે સ્વીપિંગ શિપ અને આઈએનએસ તીર પર પોતાની સેવા આપી હતી. તે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન માલવાહક જહાજોની દેખરેખ રાખતા હતા. નૌસેના અધિકારી તરીકે ડેપ્યુટી લેફ્ટનન્ટ પૃથ્વીપાલ સિંહ ગિલે દેવલાલીની આર્ટિલરી સ્કૂલ ખાતે લોંગ ગનરી સ્ટાફનો અભ્યાસક્રમ મેળવ્યો હતો.

ત્યારબાદ ગિલને સેનામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા,જ્યાં તેમને ગ્વાલિયર માઉન્ટન બેટરીમાં તેની તૈનાતી થઇ. આ સિવાય તેણે મણિપુરમાં આસામ રાઇફલ્સમાં પણ સેવા આપી હતી.

દેવાંશી-

RELATED ARTICLES

Most Popular