- પંજાબ કોંગ્રેસના નેતાનું વિવાદીત નિવેદન
- તૃપ્ત રાજિન્દરસિંહ બાજવાએ કરી વિવાદીત ટીપ્પણી
પંજાબ સરકારના પશુપાલન પ્રધાન અને કોંગ્રેસના નેતા તૃપ્ત રાજિન્દરસિંહ બાજવાએ યોગગુરુ બાબા રામદેવને લઈને વિવાદીત નિવેદન કરીને મર્યાદાભંગ કર્યો છે. કોંગ્રેસના નેતાએ અંડાના સરપ્લસ ઉત્પાદન છતાં ખપત નહીં વધવા પર યોગગુરુને ઈંડા ખાવાની અપીલ કરી નાખી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ઈંડા દિવસ પર કહ્યુ છે કે જો બાબા રામદેવ સાર્વજનિકપણે ટેલિવિઝન પર ઈંડા ખાઈ લે, તો તેમના ટેકેદાર પણ તેને શાકાહારી માનીને ખાવા લાગશે. આ સિવાય તેમનું માનવું છે કે ભારતમાં ધર્મ ઘણી સમસ્યાઓનું કારણ છે.
પંજાબ, હરિયાણા અને ચંદીગઢના પ્રશાસન દ્વારા આંતરરાષ્ટ્રીય ઈંડા દિવસ પર આયોજીત એક કાર્યક્રમમાં તેમણે કહ્યુ છે કે જો બાબા રામદેવ ટીવી પર ઈંડા વેચવાનું શરૂ કરી દેશે, તો લોકો તેને જરૂરથી ખાવાનું શરૂ કરી દેશે અને તેનું વેચાણ એટલું વધી જશે કે તેનો મુકાબલો અમિતાભ બચ્ચન પણ કરી શકશે નહીં.
તેમણે આ કાર્યક્રમમાં ઈંડાને પ્રમોટ કરવા માટે કહ્યુ કે ઈંડા શાકાહારી છે અથવા માંસાહારી, તેને લઈને ઘણાં અભિપ્રાય છે. ઘણાં લોકો તેને શાકાહારી માને છે, તો ઘણાં લોકો તેને માંસાહારી માને છે. ભારતમાં ધર્મ ઘણી સમસ્યાઓનું કારણ છે. દેશમાં ઈંડાનું ઉત્પાદન સરપ્લસ છે, પરંતુ તેમ છતાં માર્કેટિંગની સમસ્યા છે.
માટે તેમણે શંકરાચાર્ય અને અન્ય હિંદુ ધાર્મિક નેતાઓને અપીલ કરી છે કે તેઓ સ્પષ્ટ કરે કે ઈંડા શાકાહારી છે અથવા માંસાહારી. કોંગ્રેસના નેતાનું માનવું છે કે આ લોકો જેમ કહેશે તેવું જ લોકો માનશે.
કોંગ્રેસના નેતાનું માનવું છે કે ઈંડાની પ્રકૃતિ સ્પષ્ટ કરવાથી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે. બાજવાએ કહ્યુ છે કે ઘણાં એવા લોકો છે કે જે ઈંડા ખાવા માંગે છે, પરંતુ તેઓ તેને માંસાહારી સમજીને ખાતા નથી.
નવા સંશોધનને ટાંકીને તેમણે સ્પષ્ટપણે કહ્યુ છે કે આ સાબિત થઈ ચુક્યું છે કે ઈંડા જીવિત કોષમાં સામેલ થતા નથી. તેમણે મરઘીપાલકોને ભરોસો અપાવ્યો છે કે તેઓ ઈંડાને મિડ ડે મીલનો હિસ્સો બનાવવા સંબંધિત અપીલને રાજ્યના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહની સમક્ષ રજૂ કરે.
આ કાર્યક્રમમાં આવેલા તમામ લોકો દ્વારા ઈંડા પર વિચાર રજૂ કરવામાં આવ્યા, પરંતુ જ્યારે પશુપાલન પ્રધાનને આના પર સંબોધન માટે બોલાવવામાં આવ્યા હતા, કે તેમણે યોગગુરુ બાબા રામદેવ અને ધર્મને લઈને વિવાદીત નિવેદન આપ્યું હતું.