નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશના એવા ચુનિંદા રાષ્ટ્રપ્રમુખોની યાદીમાં સામેલ થયા છે, જેમણે લોકશાહીના સૌથી મોટા મહાપર્વમાં વોટિંગ કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે તેમના પત્નીની સાથે મતદાન કર્યું છે. રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે જ વિશેષ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું હતું. રામનાથ કોવિંદ પહેલા રાષ્ટ્રપતિ રહેલા પ્રણવ મુખર્જીએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
મહત્વપૂર્ણ છે કે 1998ની લોકસભાની ચૂંટણીમાં કે. આર. નારાયણન દેશના પહેલા રાષ્ટ્રપતિ હતા કે જેમણે પદ પર રહેતા મતદાન કર્યું હતું. રાષ્ટ્રપતિ નારાયણે આમ આદમીની જેમ મતદાન કેન્દ્રની બહાર કતારમાં ઉભા રહીને વોટિંગ કર્યું હતું.
રાષ્ટ્રપતિ નારાયણન બાદ ડૉ. એપીજે અબ્દુલ કલામ અને પ્રતિભા પાટિલે પણ પોતાના કાર્યકાળ દરમિયાન મતદાન કર્યું હતું.
પ્રણવ મુખર્જી 2012માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે કહ્યુ હતુ કે દેસના રાષ્ટ્રપતિ દ્વારા મતદાન નહીં કરવાની જે પરંપરા રહી છે, તેઓ તે પરંપરાને ફરીથી શરૂ કરવા ચાહે છે. તેમણે બાદમાં મતદાન કર્યું ન હતું.
મહત્વપૂર્ણ છે કે રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે જ વિશેષ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યું હતું.