LoC પર તણાવ ઘટાડવા માટે પાકિસ્તાને ભારતને મોકલ્યો પ્રસ્તાવ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે નબળી થઈ રહેલી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે પાકિસ્તાનની સરકારે ભારત સમક્ષ સંબંધો સુધારવાની પહેલ કરી છે. પાકિસ્તાને આની શરૂઆત નિયંત્રણ રેખાથી કરી છે. તેના પ્રમાણે ઈસ્લામાબાદ હવે સરહદે શાંતિ ચાહે છે. એવું માનવામાં આવે છે કે ભારતના વધતા તણાવને કારણે અન્ય દેશોએ પણ પાકિસ્તાનની મદદ કરવાનો ઈન્કાર કર્યો છે. પાકિસ્તાન ચાહે છે કે તેઓ ભારતની સાથે સારા સંબંધોની શરૂઆત કરે. જેનાથી દેશ ધ્વસ્ત થતી અર્થવ્યવસ્થાને બચાવી શકાય.
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, બંને દેશો વચ્ચે વાતચીત માટે બનાવવામાં આવેલા સંસ્થાગત સૈન્ય માધ્યમથી પાકિસ્તાનની સેનાએ ભારતને આના સંદર્ભે પ્રસ્તાવ મોકલ્યો છે. પાકિસ્તાન તરફથી આપવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છ કે તે સીમા પર તણાવ ઘટાડવા માટે તૈયાર છે.
મહત્વપૂર્ણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પર સતત વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશોના સૈન્ય અભિયાનોના મહાનિદેશક સતત એકબીજાના સંપર્કમાં છે. આ વાતચીત દરમિયાન પાકિસ્તાન તરફથી પ્રસ્તાવની પહેલ કરવામાં આવી છે.
સૂત્રો પ્રમાણે, પાકિસ્તાને પ્રસ્તાવ આપ્યો છે કે તેઓ સ્પેશયલ સર્વિસ ગ્રુપને નિયંત્રણ રેખા પરથી હટાવી દેશે. મહત્વપૂર્ણ છે કે એસએસજી પાકિસ્તાનની સ્પેશયલ ફોર્સિસમાંથી એક છે. જેને કોઈપણ દેશના તણાવ દમિયાન બોર્ડર પર લગાવવામાં આવે છે. તેની સાથે જ પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું છે કે ભારત પર થનારા ફાયરિંગને પણ બંધ કરવામાં આવશે. આ વાત વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા પર જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ ઘટનાના 13 દિવસ બાદ જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરી હતી. જણાવવામાં આવે છે કે આ હુમલામાં ઘણી સંખ્યામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઘટના બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને પાકિસ્તાને નિયંત્રણ રેખા પર સ્પેશયલ ફોર્સિસ અને સેનાની ટુકડીઓને તેનાત કરી હતી.