- સોભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાઈ છે આ વ્રત
- સાતમના દિવસે ટાઢું ભોજન ખાવાની પરંપરા
- માતા દ્વારા બાળકોની રક્ષા કાજે કરાઈ છે પ્રાર્થના
- શહેરના અનેક મંદિરોમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી
- શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી
- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે ભક્તોએ કર્યા માં શીતળાનાં દર્શન
શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ… આજનો દિવસ શીતળા માતાજીનું પૂજન – અર્ચન અને વ્રત કરવાનો પર્વ છે.તેઓ શાંતિ અને ઠંડકના દેવી માનવામાં આવે છે. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે સોભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરે છે. તથા આખો દિવસ ટાઢું ખાવાની પરંપરા છે.. સાતમના દિવસે ઘરમાં ચૂલો સળગાવવામાં આવતો નથી.. ધીનો દીવો કરી શીતળામાનું પૂજન કરે છે..તેમજ કુલેરનું નૈવેદ્ય ઘરે છે..અને વાર્તા સાંભળવી અથવા કહેવવામાં આવે છે.. આ વ્રત કરવાથી સાધન – સંપતિ અને સોભાગ્ય પ્રાપ્ત થાય છે.. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે.
સાતમના દિવસે ટાઢું ભોજન ખાવાની પરંપરા હોય છે..સાતમ-આઠમના તહેવાર દરમિયાન ઘરે ઘરે રાંધણ છઠના દિવસે ફરસાણ અને મિષ્ઠાન તૈયાર કરવામાં આવે છે..રાજકોટ અને સોરાષ્ટ્રની પરંપરા મુજબ ગાઠીયા તીખા અને મોળા તેમજ ફાફડા અને ચોરાફરી સાથે ફારસી પૂરી અને મેંદાની પૂરી બનાવવાની પરંપરા છે…તો મિષ્ઠાનમાં મોહનથાળ, બુંદીના લાડુ, ટોપરાપાક અને ગરમા ગરમ જલેબી બનાવવાની પરંપરા રહેલી છે. ગામડામાં મેસુબ ખાવાની રીત રસમ છે..તો સાતમ ટાઢી હોય છે.. ભરેલા મરચા, થેપલા દહીં, મઠ, મગ, ગાઠીયા વગેરે ખાવાની પરંપરા છે..
રાજકોટ શહેરમાં આજે શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે. જેને લઈને વિવિધ મંદિરોમાં શીતળા માતાના દર્શન માટે મંદિરે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. તેમજ મહિલાઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથે જ શીતળા માતાજીને ફૂલ-હાર ચઢાવી ટાઢી સાતમની ઉજવણી કરવામાં આવી હતી….
_Devanshi