1. Home
  2. દિલ્હી : AAPને ગરીબોથી આશા, કોંગ્રેસને દેખાઈ રહી છે તક, ભાજપની વોટ વિભાજન પર નજર

દિલ્હી : AAPને ગરીબોથી આશા, કોંગ્રેસને દેખાઈ રહી છે તક, ભાજપની વોટ વિભાજન પર નજર

0

દિલ્હી : લોકસભા ચૂંટણીની સફર દિલ્હી સુધી પહોંચી ગઈ છે. રવિવારે સાત રાજ્યોની 59 બેઠકોમાંથી દિલ્હીની સાત બેઠકો પર પણ વોટિંગ થશે. 2014ની લોકસભા ચૂંટણી અને 2015ના વિધાનસભા ચૂંટણીએ દિલ્હીના રાજકીય સમીકરણને કોંગ્રેસની વિરુદ્ધ કરી દીધા અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનો ઉદય થયો. પરંતુ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ રાજધાનીમાં પોતાની ખોવાયેલી રાજકીય જમીનને ફરીથી પાછી મેળવવા માટે પુરું જોર લગાવી રહી છે.

2015માં એકતરફી જીત પ્રાપ્ત કરતા દિલ્હીમાં સરકાર બનાવનારી આમ આદમી પાર્ટી ધીરે ધીરે પોતાની ચમક ગુમાવી રહી છે. જ્યારે ભાજપને એન્ટી પાર્ટી વોટોના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં સંભવિત વિભાજનનો ફાયદો થતો દેખાઈ રહ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની વચ્ચે આખરી સમયે ગઠબંધનને લઈને વાતચીત ચાલી હતી. પરંતુ આખરી કોશિશ નિષ્ફળ થઈ ગઈ અને કોંગ્રેસે પોતાના દિગ્ગજોને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા. કોંગ્રેસ તરફથી ખુદ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શીલા દિક્ષિત, અજય માકન, મહાબલ મિશ્રા અને જે. પી. અગ્રવાલ મેદાનમાં છે.

આમ આદમી પાર્ટીએ પણ રાઘવ ચઢ્ઢા અને આતિશી જેવા પોતાની પાર્ટીના લોકપ્રિય ગણાતા ચહેરાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેમને રાજધાનીની સરકારી સ્કૂલોનો ચહેરો બદલવાનો શ્રેય જાય છે. તેમના સિવાય દિલીપ પાંડે પણ આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં ઉતર્યા છે.

2014માં દિલ્હીની તમામ સાત બેઠકો પર જીત નોંધાવનારા ભાજપે હર્ષવર્ધન અને મનોજ તિવારી સહીત પોતાના પાંચ હાલના સાંસદો પર દાંવ ખેલ્યો છે. પાર્ટીની આશા છે કે મોદીની લોકપ્રિયતા અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પેદા થયેલા રાષ્ટ્રવાદની લહેર તેના પક્ષમાં કામ કરશે. જો કે સુપ્રીમ કોર્ટના આદેશ પર દિલ્હીમાં થયેલું સીલિંગ પાર્ટીની ચિંતા વધારી રહ્યું છે.

ભાજપને દિલ્હીમાં ગત ચૂંટણીમાં 46 ટકા વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 33 ટકા અને કોંગ્રેસને 15 ટકા વોટ મળ્યા હતા. જો કે 2015માં આમ આદમી પાર્ટીએ 5 ટકા વોટ પર કબજો કર્યો હતો. પ્રેક્ષકોનું કહેવું છે કે કેજરીવાલની પાર્ટી અને કોંગ્રેસના વોટર બેસ એક જ છે, જેમાં મુસ્લિમ, અનધિકૃત કોલોનીઓના રહેવાસી અને મિડલ ક્લાસના ફ્લોટિંગ સેક્શન સામેલ છે. કોંગ્રેસે વોટરોને અપીલ કરી છે કે તેઓ કેજરીવાલ પર ભરોસો કરશો નહીં, પરંતુ શીલા દિક્ષિતના વિકાસ મોડલમાં વિશ્વાસ વ્યક્ત કરો. ત્યારે આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર ભાજપની સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવી રહી છે. જો કે લાગી રહ્યું છે કે કોંગ્રેસ પોતાની ગુમાવેલી જમીનમાંથી થોડીઘણી પાછી મેળવી રહી છે. નોર્થ ઈસ્ટ દિલ્હીના બાબરપુરના વતની એક રાશન દુકાનદાર મુસ્તફા કહે છે કે મે આમ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો હતો, કારણ કે કેજરીવાલે ઘણી બધી વાતોનો વાયદો કર્યો કર્યો હતો. પરંતુ અમારા વિસ્તારમાં ગત વખતે જો કોઈ વિકાસનું કામ થયું, તો તે શીલા દિક્ષિતના કાર્યકાળમાં થયું હતું.

દિલ્હીમાં કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના પ્રચારમાં મુખ્યત્વે શીલા દિક્ષિતે 15 વર્ષોના કાર્યકાળમાં થયેલા વિકાસને જોરશોરથી ઉઠાવ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી સરકારી સ્કૂલોમાં સુધારણા અને મોહલ્લા ક્લિનિક, વીજળી-પાણીના સસ્તા થવાનો શ્રેય લઈ રહી છે. સાઉથ દિલ્હીની એક અનધિકૃત કોલોની દક્ષિણપુરીની લતા દેવી કહે છે કે અમારા વીજળી-પાણીના બિલ ઘણા ઓછા થઈ ગયા છે અને તેમણે અમારી સ્કૂલને બહેતર બનાવ્યા છે. આનાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં કે આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે.

જો કે સાઉથ દિલ્હીની જ ફ્રેન્ડ્સ કોલોનીના બિઝનસમેન સુનીલ કપૂરનો અભિપ્રાય આનાથી અલગ છે. તેઓ કહે છે કે પ્રવર્તમાન સરકારે પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કંઈ કર્યું નથી. આ શિયાળામાં સ્મોગ એક મુદ્દો બની જાય છે અને જેવો શિયાળો સમાપ્ત થાય છે, લોકો તેને ભૂલી જાય છે.

નોટબંધી અને જીએસટીના લાગુ થવા પર વેપારી સમુદાય પર અસર પડી હતી. પરંતુ હવે આ એટલો મોટો મુદ્દોનથી કે ભાજપને આનાથી નુકસાન થાય. જો કે સીલિંગ એક મોટો મુદ્દો જરૂર છે. કોર્ટના આદેશ પર લાજપતનગર, કરોલ બાગ અને સાઉથ એક્સટેન્શન જેવા પોપ્યુલર ટ્રેડિંગ હબોમાં ઘણી દુકાનો અને વ્યાપારીક પ્રતિષ્ઠાનોની સીલિંગ થઈ. તેને લઈને ભાજપના વેપારી વર્ગની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. લાજપત નગરમાં કપડાના કારોબારી સાગર કપૂર કહે છે કે નાના અને મધ્યમ શ્રેણીના કારોબાર સૌથી વધારે પ્રભાવિત થયા, કારણ કે દુકાન જ તેમની આજીવિકાનું સાધન હતું. આમા ઘણો અસંતોષ છે.

ભાજપને પરંપરાગત રીતે ટ્રેડર અને બિઝનસ કમ્યુનિટીનું સમર્થન મળી રહ્યું છે, પરંતુ સીલિંગના મુદ્દા પર પાર્ટી બેકફૂટ પર નજર આવતી દેખાઈ રહી છે. કોંગ્રેસના અજય માકનને નવી દિલ્હીમાં ભાજપના હાલના સાસંદ મિનાક્ષી લેખી પર બઢ મળતી દેખાઈ રહી છે. જે એન્ટી ઈન્કમ્બન્સીની સાથે પહોંચની બહાર રહેનારા નેતાની પોતાની છબીથી ઝઝૂમી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.