શ્રીલંકામાં વિસ્ફોટની અસર: સરકારનો આદેશ, “મસ્જિદોમાં આપવામાં આવનારા ઉપદેશોની નકલ દેખાડો”
કોલંબો: શ્રીલંકામાં ગત મહીને થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટો બાદ સરકાર સુરક્ષા મજબૂત કરવા માટે સતત પગલા ઉઠાવી રહી છે. સરકારે નવા આદેશમાં કહ્યું છે કે દેશમાં હાલ તમામ મસ્જિદોમાં જે ઉપદેશ આપવામાં આવે છે, તેની એક કોપી જમા કરાવવી જરૂરી છે. જણાવવામાં આવે છે કે આઈએસના હુમલાની જવાબદારી લીધા બાદથી જ શ્રીલંકામાં ઈસ્લામિક કટ્ટરપંથ સમાપ્ત કરવા માટે આવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.

શ્રીલંકામાં ધર્મ અને સાંસ્કૃતિક મામલાના મંત્રાલયે ક્હ્યું છે કે મસ્જિદોનો ઉપયોગ કટ્ટરપંથી વિચારોને ફેલાવવા માટે થવો જોઈએ નહીં. તેવામાં દેશની સ્થિતિને જોતા તમામ મસ્જિદોના ટ્રસ્ટીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ મસ્જિદને કટ્ટરપંથી ગતિવિધિ અથવા નફરત ફેલાવવાના કેન્દ્ર બનવા દે નહીં.
આ પહેલા શ્રીલંકામાં મહિલાઓને ચહેરો ઢાંકવા પર પણ પ્રતિબંધ લગાવાઈ દેવાયો છે. રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેનાએ 29 એપ્રિલે ઈમરજન્સી શક્તિઓનો ઉપયોગ કરતા ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાષ્ટ્રપ્રમુખ કાર્યાલયના નિવેદન પ્રમાણે, પ્રતિબંધનો સંબંધ દેશની સુરક્ષા સાથે છે. વ્યક્તિનો ચહેરો ઢાંકેલો હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હોય છે.
શ્રીલંકામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદથી જ લગભગ 10 હજાર સૈનિકો આતંકી ઠેકાણાઓ પર દરોડાની કાર્યવાહીમાં લાગેલા હતા. શ્રીલંકાની પોલીસ અને સેનાનું કહેવું હતું કે હવે દેશ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઈસ્ટર સન્ડે પર થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં સામેલ આતંકવાદીઓની યા તો ધરપકડ થઈ ચુકી છે અથવા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
પોલીસ પ્રવક્તા રુઆન ગુણસેકરાએ કહ્યુ હતુ કે દેશભરમાં 73 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેમા નવ મહિલાઓ પણ સામેલ છે. આ હુમલામાં જવાબદારી આઈએસએ લીધી હત. આ હુમલામાં નેશનલ તૌહીદ જમાતની પણ સંડોવણી માનવામાં આવે છે. 21 એપ્રિલે આતંકવાદીઓએ ત્રણ ચર્ચો, હોટલો અને બે સ્થાનોને નિશાન બનાવ્યા હતા. કુલ આઠ જેટલા આત્મઘાતી વિસ્ફોટોમાં 259 લોકોના જીવ ગયા હતા અને 500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.