સુરતમાં રત્નકલાકારોને મળી રાહત, ખાનગી લેબમાં થશે રાહતના દરે ટેસ્ટ
અમદાવાદ: હાલ દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય પણ છે કે જ્યાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધારે કોરોનાવાયરસના કેસ સુરતમાં નોંધાયા છે અને હવે ત્યાં રત્નકલાકારોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે.
સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં રત્નકલાકારો માટે રાહતના દરે ટેસ્ટ થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં અન્ય સ્થળો પર કામ કરતા કારીગરોની પણ ગણતરી કરવામાં આવી છે.
રત્નકલાકારોના કોરોના ટેસ્ટ ના થવાને કારણે રત્નકલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે સુરત મુન્સિપલ કમિશ્નર, આરોગ્ય વિભાગ અને ઉદ્યોગકારો સાથે તાબડતોબ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રત્નકલાકારોનો કોરોના ટેસ્ટ નિશુલ્ક ભાવે કરવાની આરોગ્યમંત્રીએ ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે રેપીડ ટેસ્ટ ખાનગી લેબમાં કરાવી શકશે તેમજ આ અંગેનો ખર્ચ માત્ર 100 રૂપિયાથી ઓછો રહેશે તેમ જણાવ્યું હતું. તેમજ ટેસ્ટિંગ કીટ મહાનગરપાલિકા ફ્રીમાં આપશે તેમ આરોગ મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું.
_VINAYAK