1. Home
  2. મનમોહનસિંહે સર્જિકલ સ્ટ્રાઈકના ઓર્ડર આપ્યા ન હતા, કોંગ્રેસ માંગે માફી: સુબ્રમણ્યમ સ્વામી

મનમોહનસિંહે સર્જિકલ સ્ટ્રાઈકના ઓર્ડર આપ્યા ન હતા, કોંગ્રેસ માંગે માફી: સુબ્રમણ્યમ સ્વામી

0

નવી દિલ્હી: સુબ્રમણ્યમસ્વામીએ કહ્યુ છે કે મનમોહનસિંહે તેમના કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈકના આદેશ આપ્યા ન હતા. આના સંદર્ભે કોંગ્રેસ માફી માંગે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે આર્મી યૂનિટે બોર્ડર પર ખુદ પહેલ કરીને પોતાના ઓપરેશન ચલાવ્યા હતા. પીએમ મોદી સાથે મનમોહનસિંહની કોઈ સરખામણી થઈ શકે નહીં.

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો આવતા જ સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. કોંગ્રેસ તરફથી યુપીએના કાર્યકાળમાં છ સર્જિકલ સ્ટ્રાઈખ કરાયાનો દાવો કરાયો છે. પરંતુ તેને આરટીઆઈના એક જવાબમાં નકારવામાં આવ્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિશાન સાધતા કહ્યુ છેકે કોંગ્રેસે આ મુદ્દે દેશની માફી માંગવી જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યુ છે કે કોંગ્રેસના નેતાઓ યુપીએના કાર્યકાળમાં સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર દેશ સમક્ષ જૂઠ્ઠુ બોલ્યા છે અને તેના બદલ તેમણે માફી માંગવી જોઈએ. મનમોહનસિંહે એકપણ સર્જિકલ સ્ટ્રાઈક માટે આદેશ આપ્યો ન હતો. આર્મી યૂનિટે બોર્ડરપર ખુદ પહેલ કરીને પોતાના ઓપરેશન ચલાવ્યા હતા. મોદીની સાથે આની કોઈ તુલના કરી શકાય નહીં.

મહત્વપૂર્ણ છે કે એક આરટીઆઈના જવાબમાં સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તેમના મંત્રાલયની પાસે એવા કોઈ પુરાવા નથી કે જે દર્શાવતા હોય કે યુપીએના કાર્યકાળમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી.

સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના દાવાને ખોટા ગણાવતા તેને વીડિયો ગેમવાળી સર્જિકલ સ્ટ્રાઈક ગણાવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જુબાની જંગમાં ઝંપલાવતા કહ્યુ હતુ કે વડાપ્રધાન આમ કહીને દેશની સેનાનું અપમાન કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.