વડોદરામાં ઓટોમેટિક રેલકોચ વોશિંગ પ્લાન્ટ, ગણતરીના સમયમાં થશે ટ્રેનની સફાઈ
વડોદરા શહેરમાં ગુજરાતનો પહેલો ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે આ પ્લાન્ટમાં માત્ર 10 મિનિટના સમયમાં આખી ટ્રેન ધોવાઈ જશે. જો વાત કરવામાં આવે પાણીની તો એક ટ્રેનને ધોવામાં માત્ર 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરવામાં આવશે અને 80 ટકા પાણીને ફરી શુદ્ધ કરીને ટ્રેનની સફાઈ માટે વાપરવામાં આવશે.
વડોદરા શહેરની નજીક આવેલી રણોલીમાં ઓરીએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા ગુજરાતનો સર્વ પ્રથમ રેલ કોચ વોશિંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે અને તેને વડોદરા રેલવે સ્ટેશન ખાતે મેમુ શેડમાં લગાવવામાં આવ્યો છે. જો આ મશીનની વાત કરવામાં આવે તો એક 10 મિનિટમાં 24 રેલવેના 24 કોચ સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ એવો છે કે પ્રત્યેક કોચ 950 લીટર પાણીની બચત થશે.
આ બાબતે ઓરિએન્ટલ મેન્યુફેક્ચરિંગ કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજર ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આ ટેક્નોલોજી વિદેશોમાં ટ્રેનના વોશિંગ માટે ઉપયોગ લેવામાં આવે છે. જે અંગે અભ્યાસ કરીને ઓરીએન્ટલ કંપની દ્વારા સ્વદેશી સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ઓટોમેટિક વોશિંગ પ્લાન્ટના કારણે ન માત્ર પાણીની બચત થશે પરંતુ સમય અને પાણીની પણ બચત થશે.
આત્મનિર્ભર ભારત બનાવવાની વાત પ્રધાનમંત્રી મોદીએ કરી છે તે બાદ અનેક લોકો ટેક્નિકથી લઈને ટેક્નોલોજી સુધી તમામ વસ્તુ દેશમાં જ તૈયાર કરી રહ્યા છે. મહત્વનું છે કે ભારત આત્મનિર્ભર બનશે તો ભવિષ્યમાં આપણી પણ ટેક્નોલોજી અને નિકાસમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.
ભારતમાં રેલ મંત્રાલય દ્વારા પણ ભારતવાસીઓને રેલવેમાં ઉત્તમ સુવિધા મળી રહે તે માટે અનેક પગલા લેવામાં આવ્યા છે અને ભારતીય રેલને વિશ્વની સૌથી સારી ટ્રેનોમાં સ્થાન મળે તે માટે પગલા લેવામાં આવી રહ્યા છે.
_Vinayak