દરરોજ સવારે ફણગાવેલા મગ અને પલાળેલા ચણા ખાવાથી થાય છે આ ફાયદાઓ
સાહિન મુલતાની-
- રોજ સવારે ફણગાવેલા કઠોરનું સેવન કરો
- ફણગાલેવા મગ શરીર માટે ફાયદા કારક
- ઈમ્યુનિટિમાં કરે છે વધારો
આમ તો કઠોળ ખાવાથી અનેક ફાયદાઓ થાય છે તે વાત આપણે જાણીએ છે, પરંતુ કઠોળ પલાળીને ખાવાથી તેના ફાયદા બે ગણા થાય છે,જેમાં ખાસ કરીને ફણગાવેલા મગ ,ચણા શરીરમાં ઈમ્યુનિટિ વધારે છે. રોજ રાત્રે મગને પાણીમાં પલાળીને બીજા આખા દિવસ દરમિયાન કોટનના કપડામાં રાખી દો જેથી મગમાં ફણગા ફૂટી જશે, આ મગ તમે ખાવામાં ,સલાડમાં ઉપયોગ કરી શકો છો. એજ રીતે આખી રાત પાણીમાં પલાળેલા ચણાનું સેવન દરરોજ સવારે ખાવાથી લોહી પુરપતા પ્રમાણમાં બને છે.
શિયાળાના કારણે શરદી, વાયરલ કફ જેવી બિમારીઓ થતી હોય છે ત્યારે આ પ્રકારના રોગપ્રતિકારક શક્તિ વધે તેવો ખોરાક ખાવાથી ઘણો ફાયદો થાય છે. ફણગાવેલા ચણામાં પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મિનરલ, અને વીટામિન્સની માત્રા ખુબ પ્રમાણમાં રહેલી હોય છે.
પલાળેલા ચણા અને મગ ખાવાના ફાયદાઓ
પેટ સાફ રહે છે – પલાળેલા ચણામાં ફાઈબરની માત્રાવધુ પ્રમાણેમાં હોય છે. જેનાથી આપણા પેટની સારી રીતે સફાઈ થાય છે, પેટ સાફ કરવામાં મદદ મળે છે. ફાઈબરના કારણે આપણું પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.
ચામડીના પ્રોબ્લમ માટે ફાયદા કારક – જો તમે પલાળેલા ચણાને મીઠા વગર ખાશો તો તે સ્કિનની સમસ્યાઓમાં પણ રાહત આપે છે. સ્કિનમાં જો ખંજવાળ આવતી હોય તો તેનાથી છૂટકારો મળશે અને તમારા ચહેરા પર ગ્લો આવશે
એનર્જીનો સોર્સ – પલાળેલા ચણા અને ફણગાવેલા મગ ખાવાથી એનર્જીની માત્રા વધે છે. તે એનર્જીનો મોટો સોર્સ છે. તેને રોજ ખાવાથી શરીર સ્ટ્રોંગ બને છે અને નબળાઈ દૂર થાય છે. ગોળ સાથે ચણા ખાવાથી યૂરિન પ્રોબ્લમ્સમાં પણ રાહત મળે છે.
લોદી શુદ્ધ બને છે – ફણગાવેલા મગ ખાવાથી લોગહી શુદ્ધ બને છે, અને શરીરનો ગંદો કચોરો પણ લોહી શુદ્ધ થવાથી દુર થઈ જાય છે. આ સાથે જ પ્રોટિન પુરતા પ્રમાણમાં મળે છે, કેલેરી ન હોવાથી પાચન પણ જલદી થાય છે.