પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ વખતે જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર
- ગણતંત્ર પર્વની પરેડ માટે ઉત્તરપ્રદેશ તૈયાર
- જાંખીમાં જોવા મળશે અયોધ્યાનું રામ મંદિર
- જાંખીમાં’દીપોત્સવ’ની ઝલક પણ જોવા મળશે
અયોધ્યામાં બની રહેલ રામ મંદિરની મહિમા અને ભવ્યતાનું પ્રદર્શન 26 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં યોજાનારા પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કરવામાં આવશે. રાજ્યના સુચના વિભાગ દ્વારા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે અયોધ્યાના રામ મંદિરની જાંખી ખાસ તૈયાર કરવામાં આવી રહી છે. જાંખીનું શીર્ષક ‘અયોધ્યા: ઉત્તરપ્રદેશની સાંસ્કૃતિક હેરિટેજ’ હશે. તેમાં અયોધ્યા અને વિવિધ દેશોમાં ભગવાન રામથી સંબધિત સંસ્કૃતિ, પરંપરા અને કળાને પણ દર્શાવવામાં આવશે.
પ્રજાસત્તાક દિવસની પરેડની જાંખીને લઈને દિલ્હીમાં મળેલી બેઠક દરમિયાન ઉત્તરપ્રદેશથી મોકલવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા મુજબ,ભગવાન રામના જન્મસ્થળ પર લાંબા સમયથી રાહ જોવાતા મંદિરના નિર્માણ સાથે અયોધ્યા ધાર્મિક પર્યટનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.
ભારતીય સંસ્કૃતિને ફરીથી સ્થાપિત કરવા માટે એક શાનદાર અભિયાન
યોગી આદિત્યનાથની અધ્યક્ષતાવાળી ઉત્તરપ્રદેશની સરકાર પણ સમગ્ર દુનિયામાં અયોધ્યાને ધાર્મિક પર્યટનનું મુખ્ય કેન્દ્ર બનાવવા ઈચ્છે છે. મુખ્યમંત્રીએ વિશ્વ સ્તર પર ભારતીય સંસ્કૃતિને ફરીથી સ્થાપિત કરવા માટે એક અદભૂત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અયોધ્યાનો કાયાકલ્પ કરવામાં આવી રહ્યો છે.
ઇતિહાસમાં પહેલા ક્યારેય પણ દિપોત્સવનું આયોજન કરવામાં આવ્યું ન હતું,પરંતુ હવે દર વર્ષે દિવાળીની પૂર્વ સંધ્યાએ અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ સમારોહ યોજાશે. પ્રજાસત્તાક દિવસની જાંખીમાં અયોધ્યામાં ‘દીપોત્સવ’ની ઝલક પણ જોવા મળશે.
દેવાંશી-