અભિનેતા ઘર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં આવ્યા – ટ્વિટ કરીને કહ્યું , ‘સરકારે જલ્દીથી સમાધાન કરવું જોઈએ’
- અભિનેતા ઘર્મેન્દ્ર દેઓલ ખેડૂતોના સમર્થનમાં આવ્યા
- ટ્વિટ કરીને કહ્યું , ‘સરકારે જલ્દીથી સમાધાન કરવું જોઈ’
દિલ્હીઃ-કેન્દ્ર દ્વારા પારિત કરાયેલા કૃષિના ત્રણ કાયદાઓ વિરુદ્ધ પંજાબ સહીનતા ખેડૂતો દિલ્હીની બોર્ડર પર છેલ્લા ઘણા દિવસોથી આંદોલન કરી રહ્યા છે, ખંડૂતોના આંદોલનમાં અનેક લોકોનું સમર્થન પણ મળી રહ્યું છે, દેશની બહારથી પણ ખેડૂતોના સમર્થનમાં લોકો ઉતર્યા છે ત્યારે હવે બોલિવૂડ એક્ટર ઘ્રમેન્દ્ર એ પણ ટ્વિટર પર ટ્વિટ કરીને તેમને સનમર્થન પુરુ પાડ્યું છે.
I am extremely in pain to see the suffering of my farmer brothers . Government should do something fast . pic.twitter.com/WtaxdTZRg7
— Dharmendra Deol (@aapkadharam) December 11, 2020
બોલિવૂડ એક્ટર ઘર્મેન્દ્ર દેઓલએ ફરી એક લખત ખેડૂતોના સમર્થમાં ટ્વિટ કર્યું છે, ઘર્મેન્દ્ર એ કહ્યું કે, આપણા ખેડૂત ભાઈઓની પીડાને જોઈને ઘણો દુખી છુ, સરકારએ જલ્દીથી સમાઘાન કરવું જોઈએ, આ પહેલા પણ એક વાર ઘર્મેન્દ્રએ ખેડૂતોના સમર્થનમાં ટ્વિટ કર્યું હતું. પરંતુ તેમણે તે ટ્વિટ તરત ડિલીટ કર્યું હતું જેને લઈને લોકોએ તેમને ટ્રોલ કર્યા હતા. ત્યારે ફરી હવે ઘર્મેન્દ્ર ખેડૂતોના સમર્થનમાં બોલ્યા છે.
ઉલ્લેખનીય છે કે,કે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના ઘણા સ્ટાર્સ ખેડૂતોના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા પણ ખેડૂતોની પરિસ્થિતિને કારણે દુખી છે તેવું ટ્વિટ કર્યું હતું
સાહિન-