Site icon Revoi.in

અમેરિકન રાજકીય ઇતિહાસમાં પહેલીવાર સાત સભ્યોવાળી બાઇડનની કમ્યુનિકેશન ટીમમાં તમામ મહિલાઓ

Social Share

દિલ્લી: અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઇડને વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન વોર રૂમનું નેતૃત્વ કરવા માટે 7 સભ્યોની ટીમમાં તમામ મહિલાઓની નિમણૂક કરી છે. અમેરિકન રાજકીય ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે વ્હાઇટ હાઉસની કમ્યુનિકેશન ટીમમાં તમામ મહિલાઓ હશે. ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આ ઘોષણાને ‘અવરોધ-તોડનાર’ગણાવી હતી.

ટીમના સભ્યોમાં એલિઝાબેથ ઇ. એલેકઝેંડર ફર્સ્ટ લેડીની કમ્યુનિકેશન ડિરેક્ટર છે. કેટ બેડિંગફિલ્ડ વ્હાઇટ હાઉસ કમ્યુનિકેશન્સ ડિરેક્ટર છે. એશલે એટિએન વાઇસ પ્રેસિડેન્ટ માટે કમ્યુનિકેશન ડિરેક્ટર છે. કૈરાઇન જીન પિયરે,પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી,જેન સ્નીકી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, સિમોન સેન્ડર્સ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માટે સલાહકાર અને મુખ્ય પ્રવક્તા અને પિલી તોબર વ્હાઇટ હાઉસના ડેપ્યુટી કમ્યુનિકેશન ડિરેક્ટર છે.

રવિવારે જાહેર કરાયેલ સાત સભ્યોની ટીમમાં ચાર જુદી-જુદી બેકગ્રાઉન્ડની મહિલાઓ છે. આ જાહેરાત બાઇડનના પ્રારંભિક ચૂંટણીના વચનને પૂર્ણ કરે છે,જેમાં તેણે કહ્યું હતું કે, તેઓ વ્હાઇટ હાઉસની ટીમમાં અમેરિકાની વિવિધ સંસ્કૃતિની ઝલક બતાવશે.

બાઇડને એક નિવેદનમાં કહ્યું હતું કે, અમેરિકન લોકો માટે સીધો અને સચ્ચાઈથી વાતચીત કરવીએ એક રાષ્ટ્રપતિની સૌથી મહત્વપૂર્ણ ફરજો છે, અને આ ટીમને અમેરિકન લોકોને વ્હાઇટ હાઉસથી જોડવાની મોટી જવાબદારી સોંપવામાં આવશે.

કમલા હેરિસે કહ્યું કે, આપણા દેશને અભૂતપૂર્વ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાયરસ મહામારી થી લઈને આર્થિક સંકટ, હવામાન સંકટ અને વંશીય ભેદભાવ. આ પડકારોને દૂર કરવા માટે અમે સ્પષ્ટ રૂપથી પ્રામાણિકતા અને પારદર્શિતા થી અમેરિકનો સાથે વાતચીત કરવાની જરૂર છે. આ કામમાં અનુભવી, પ્રતિભાશાળી અને અવરોધ ભંગ કરનારી ટીમ અમારી મદદ કરશે.

_Devanshi