Site icon Revoi.in

UNGAમાં ચીનના રાષ્ટ્રપતિએ કહ્યુ, અમારી કોઈ દેશ સાથે કોલ્ડ કરવાની ઈચ્છા નથી

Social Share

નવી દિલ્લી:  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગએ કહ્યું કે ચીનની કોઈ દેશ સાથે કોલ્ડ વોર કરવાની ઈચ્છા નથી અને બે દેશો વચ્ચે મતભેદ હોવો તે સ્વાભાવિક છે પણ તેનો ઉકેલ વાર્તાલાપથી આવવો જોઈએ.

હાલ કોરોનાવાયરસના સંકટના કારણે સમગ્ર દુનિયાની નજરમાં ચીન પ્રત્યે અલગ વિચારધારા બંધાઈ છે અને તેને તોડવા માટે ચીનના રાષ્ટ્રપતિ પ્રયાસ કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 75માં સેશનમાં આગળ વધારે જણાવતા શી જિનપિંગએ કહ્યું કે ચીન કોઈ પણ દેશ સાથે હોટ વોર કે કોલ્ડ વોર કરવાની ઈચ્છા ધરાવતું નથી.

કોરોનાવાયરસના ફેલાવા બાદ વિશ્વના ઘણા દેશોએ ચીન સાથેના વેપારિક સંબંધો પર લગામ લગાવી છે અને તેના કારણે ચીનને મોટા નુક્સાનનો સામનો કરવો પડ્યો છે. હાલ હવે ચીનના ફરીવાર વેપારિક સંબંધ વધે તે માટે શી જિનપિંગએ કહ્યું કે ચીન વિશ્વનો સૌથી મોટો વિકાસશીલ દેશ છે, જે શાંતિપૂર્ણ, મુક્ત, સહકારી અને સામાન્ય વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

અન્ય દેશોને સારું લાગે તે માટે શી જિનપિંગે કહ્યું કે અમે વાતચીથી મતભેદોને ઓછા કરતા રહીશુ અને અન્ય દેશો સાથે વિવાદનું નિરાકરણ લાવતા રહીશુ. અમે માત્ર પોતાના જ વિકાસ પર ધ્યાન આપીશું તેવી રમતમાં અમે સામેલ થશું નહી.

_Vinayak