Site icon Revoi.in

ભારતને તમામ મોરચે ઘેરી લેવાની ચીનની ચાલ, અમેરિકાની ખાનગી ઈન્સ્ટિટ્યૂટનો રિપોર્ટ

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર વાતાવરણ તંગ છે, 1962માં ચીને જે પોતાની મેલી મુરાદ બતાવી હતી તેને ભારત ભૂલ્યુ નથી પરંતુ હવે ભારતને નવી રીતે પરેશાન કરવા માટે ચીન નવા હથકંડા અપનાવી શકે છે. ચીન દ્વારા ભારતને તમામ મોરચે નુક્સાન પહોંચાડવા માટે ભારતના સેટેલાઈટ પર પણ હૂમલો કરવામાં આવી શકે તેમ છે.

અમેરિકાની એક ખાનગી ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2017માં ચીને ભારતીય કોમ્યુનિકેશન સેટેલાઈટ પર હુમલો કર્યો હતો. વર્ષ 2007 બાદ ચીન આ પ્રકારના પ્રયાસ કરી રહ્યું હોવાનો પણ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

દુનિયામાં સૌથી તાકાતવર બનવાની હોડમાં આંખે પટ્ટી બાંધીને દોડતું ચીન વિશ્વના અનેક દેશો માટે ખતરા પેદા કરી રહ્યું છે અને આ જ કારણે અંતરિક્ષમાં ફરતી સેટેલાઈટ પર હુમલાની આશંકા વધારે રહેલી છે. દુનિયાના તમામ દેશની પ્રાથમિકતા તેની સુરક્ષાની છે. સેટેલાઈટ મારફતે જ આપણા ફોન પર થતી વાતચીત, ટ્રેન વ્યવહાર, જહાજોની ઉડાન શક્ય બને છે.. અમેરિકાના આ રિપોર્ટમાં વર્ષ 2017માં ભારતીય સેટેલાઈટ પર થયેલા કોમ્પ્યુટર નેટવર્ક એટેકનો વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

લગભગ 142 પેજના આ રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે, 2012માં જેટ પ્રેોપલ્શન લેબોરેટરીની સિસ્ટમને પણ હેક કરવામાં આવી હતી. સેટેલાઈટ પર હુમલાને ઈલેકટ્રોનિક એટેક મારફતે અંજામ આપવામાં આવે છે. સેટેલાઈટ હુમલામાં મિસાઈલનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિસાઈલને રડારમાં પકડી શકાતું હોવાથી પહેલાની તેની જાણકારી મળી રહે છે. જેથી તેનો ઉપયોગ કરવામાં નહીં આવતો હોવાનું તજજ્ઞો માની રહ્યાં છે. સેટેલાઈટ ઉપર થયેલા ઈલેક્ટ્રોનિક એટેકની જાણકારી જ્યારે સંચાર વ્યવસ્થામાં થતી સમસ્યાથી મળે છે. આમ ઈલેકટ્રોનિક હુમલો સૌથી ખતરનાક માનવામાં આવે છે. આવા હુમલામાં સેટેલાઈટના હાડવેરને નુકસાન થાય છે.