Site icon Revoi.in

ભક્તોને સોમનાથના દર્શન કરવા મળશે, આ રીતે કરી શકશો દાદાના દર્શન

Social Share

વેરાવળ: શ્રાવણ મહિનો આવે અને ભગવાન ભોલેનાથના મંદિરમાં ભીડ ન હોય તેવું બને જ નહીં. ભગવાન ભોળાના દર્શન માટે તો લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે અને સોમનાથમાં ભક્તોના આસ્થા કે શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને મંદિરમાં ભક્તોની ભીડ ભેગી ન થાય અને લોકોને દર્શનનો લાભ પણ મળી રહે તે માટે તંત્ર દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશનની સેવા શરૂ કરવામાં આવી છે. દર્શન માટે ફરજીયાત વેબસાઇટ પર પાસ સિસ્ટમથી શનિવારથી લાગુ કરવામાં આવશે. તેવો નિર્ણય લેવાયો છે. આ સિસ્ટમ વેરાવળના સ્થાનિક લોકોને પણ લાગુ પડશે. તેમણે પણ ફરજીયાત પાસ લેવા પડશે. વેબસાઇટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

જો કે શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડતા પોલીસની કામગીરીમાં વધારો થયો હતો અને ભક્તો અને પોલીસ વચ્ચે ધર્ષણ પણ થયું હતું, પણ ગીર સોમનાથનાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરની હાજરીમાં સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર સાથે બેઠક યોજાઇ હતી જેમાં કલેક્ટર અને મંદિર ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે પાસ સિસ્ટમ લાગુ કરવા પર સંમતી સધાઇ હતી.

મહત્વનું છે કે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે અને મંદિરના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભોલેનાથ દાદાના ભક્તો હવે સવારે 5.30થી 6.30, સવારે 7.30 થી 11.30, બપોરે 12.30થી 6.30 અને સાંજે 7.30થી 9.15 વાગ્યા સુધી દર્શન કરી શકશે. આરતી સમયે કોઇને પણ પ્રવેશ મળશે નહી. મંદિર રાત્રે સવા નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

(VINAYAK)