Site icon Revoi.in

અમેરિકાએ ઈરાન પર હથિયાર પ્રતિબંધનો નિર્ણય અનિશ્ચિતકાળ સુધી લંબાવવા ડ્રાફ્ટ બનાવ્યો

Social Share

અમદાવાદ:  અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને અમેરિકાએ હવે ઈરાન વિરુદ્ધ નવું પગલુ ભર્યું છે. અમેરિકાએ હથિયારને લઈને ઈરાન પર પ્રતિબંધ લગાવ્યા છે તેને અનિશ્ચિત કાળ સુધી લંબાવવા માટે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. અમેરિકાએ યુએનમાં આ બાબતે 15 સ્થાયી સદસ્ય દેશો પાસેથી વધારે સમર્થન માંગ્યું છે અને જ્યાં વિટો પાવર ધરાવતા દેશો પાસે પણ સમર્થન માગ્યું છે જેના જવાબમાં વિટો પાવર ધરાવતા ચીન અને રશિયાએ વિરોધ દર્શાવ્યો છે.

અમેરિકાના રાજદૂત કેલી ક્રાફ્ટે કહ્યું કે નવા ડ્રાફ્ટ મુજબ સુરક્ષા પરિષદના વિચારો પર પણ વિચાર કરવામાં આવ્યો છે અને ત્યાં જ કહેવામાં આવ્યું કે સૌ કોઈ જાણે છે કે શું થવું જોઈએ. ઈરાનને હથિયારોની દોડમાં આવતું રોકવા માટે હથિયાર પ્રતિબંધ લગાવવામાં આવે.

આ મુદ્દે વધારે જણાવતા અમેરિકાના રાજદૂતે કહ્યું કે આ સામાન્ય વાત છે કે દૂનિયામાં આતંકવાદના નંબર એક દેશને વિશ્વને નુક્સાન નહીં પહોંચાડવા દેવામાં આવશે. અને આ  મુદ્દે પણ જલ્દીથી મતદાન પણ કરવામાં આવશે.

મુખ્ય વાત એ છે કે અમેરિકાએ ઈરાન પર પરમાણું કાર્યક્રમને લઈને વર્ષ 2010માં ઈરાનના સૌથી મોટા હથિયારના સોદા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને આજે પણ અમેરિકા અને ઈરાન વચ્ચે ઈરાનના પરમાણું કાર્યક્રમને લઈને વિવાદ ચાલે છે.