Site icon Revoi.in

ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી સમિતિએ રોહિત શર્મા સહિત 4 ખેલાડીઓની કરી ભલામણ

Social Share

રાજીવ ગાંધી ખેલ રત્ન માટે એવોર્ડ પસંદગી સમિતિ દ્વારા ક્રિકેટર રોહિત શર્મા અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ સહિત ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ખેલ રત્ન માટે એવોર્ડ પસંદગી સમિતિએ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મરિયપ્પન થગાવેલુના નામની પણ ભલામણ કરી હતી

ખેલ રત્ન માટે જે 4 ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી છે તે હવે ખેલ મંત્રાલય દ્વારા આખરી કરવામાં આવશે. આ પછી 29 ઓગસ્ટ ખેલ દિવસ પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ખેલ રત્ન ઉપરાંત અન્ય રમતગમતના એવોર્ડ પ્રદાન કરશે.

રોહિતે છેલ્લા કેટલાક વર્ષોમાં અદભૂત પ્રદર્શન કરીને ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તો, વિનેશે 2018 ની કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે તેણે 2019 ની એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

વિમેન્સ ટેબલ ટેનિસ સ્ટાર માનિકાએ 2018 ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા હતા. તેમજ તેણે 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. જો કે, તે હજી ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થવાનું બાકી છે

બીજી તરફ મરિયપ્પન થગાવેલુએ 2016 રિયો પેરાલિમ્પિક્સમાં ટી 42 હાઇ જમ્પમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ષ 2016 માં સ્ટાર શટલર પીવી સિંધુ, જિમ્નેસ્ટ દિપા કરમાકર, શૂટર જીતુ રાય, અને રેસલર સાક્ષી મલિકને સામૂહિક રીતે ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

_Devanshi