Site icon Revoi.in

સુડી વચ્ચે સોપારી થયું નેપાળ, ચીનના રાજદૂતે નેપાળને લઈને હાથ કર્યા અધ્ધર

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

અમદાવાદ:  ચીનમાં રાષ્ટ્રપતિ જીનપીંગ અને નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી બંન્ને એવા છે કે જે પોતાનો કક્કો ઘુંટવા માટે દેશની જનતાને દાવ પર મુકી દે. ભારતનો સાથ મુકીને ચીનના ખોળામાં બેસેલા નેપાળને ચીને સંભળાવી દીધુ અને કહ્યું કે ભારત-નેપાળના સંબંધ ખરાબ થવા માટે અમે જવાબદાર નથી.

નેપાળે પોતાના નવા નક્શાને જાહેર કર્યા બાદ ભારત અને નેપાળના સંબંધમાં અંતર વધ્યું છે અને આ બાબતે ચીન પર આરોપ લાગ્યો હતો કે નેપાળ ચીનના કહેવા પર પગલા ભરી રહ્યું છે. ચીની રાજદૂત હોંઉ યાંકીએ આ બાબતે ખુલાસો પણ કરી નાખ્યો કે ભારત નેપાળના સંબંધ બગડવા પાછળ અમે જવાબદાર નથી.

મહત્વનું છે કે નેપાળે ભારત સાથે સંબંધ બગાડીને પોતાના જ પગ પર હથોડી મારી હોય તેવું કામ કર્યું છે. નેપાળ ભારત પાસેથી અનેક વસ્તુઓ સસ્તામાં ખરીદે છે પણ જો કોઈ વસ્તુ ભારતની જગ્યાએ ચીન પાસેથી લાવી હોય તો તે વસ્તુ ચીનને ડબલ કીંમતમાં પડે છે. કારણ છે કે ભારતથી નેપાળ નિર્યાત કરવી તે ખુબ સરળ છે પરંતુ જો નેપાળને ચીનથી આયાત કરવું હોય તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જવાની સંભાવના છે.

નેપાળે જે રીતે ભારત સાથે સંબંધ બગાડ્યા છે તેને જોતા લાગે છે કે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી દ્વારા લેવામાં આવેલા બિનજરૂરી પગલાની અસર નેપળની જનતા પર થશે. ચીન તો હાલ વૈશ્વિક સ્તરે પોતાની સાચી છાપ બતાવી ચુક્યું છે અને હવે નેપાળ પણ જો ચીન સાથે આગળ વધે છે તો વેપારીક દ્રષ્ટિએ નેપાળને ભારે તક્લીફોનો સામનો કરવો પડી શકે તેવી સંભાવના છે અને મોંધવારી દર પણ વધી શકે છે.

_VINAYAK