- મિડલ ક્લાસ માટે આવ્યા સારા સમાચાર
- ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ લાવવામાં આવશે
- નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા
નવી દિલ્લી: ટેક્સ આપનાર મધ્યમ વર્ગના લોકોને મોદી સરકાર એક મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વનુ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, ટેક્સપેયર્સ રાષ્ટ્ર નિર્માતા છે અને સરકાર તેમના માટે એક ચાર્ટર ઓફ રાઈટ્સ લઈને આવશે.
સીતારામણે જણાવ્યું કે દુનિયામાં અમુક જ એવા દેશ છે જ્યાં ટેક્સપેયર્સ માટે ચાર્ટર ઓફ રાઈટ્સ છે. તેમાં ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકા શામેલ છે..આ ચાર્ટર ઓફ રાઈટ્સમાં ટેક્સપેયર્સના જવાબદારી અને અધિકારોનો ઉલ્લેખ હશે. આ ટેક્સપેયર્સના હિતોનું ધ્યાનમાં રાખીને આ પ્રયત્ન કરી રહ્યા છે.
સીતારામણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરદાતાઓને રાષ્ટ્ર નિર્માતા કહ્યા છે અને એક ઈમાનદાર કરદાતા દેશના નિર્માણમાં મદદ કરે છે. કરદાતાઓ સરકારને સામાજીક કલ્યાણની યોજનાઓ આગળ વધારવામાં મદદ કરે છે જે હકીકતમાં ગરીબોની આજીવિકા માટે મહત્વપૂર્ણ છે.
_Devanshi