- ન્યાય અપાવવા માટે ફેંસને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે કરી અપીલ
- સુબ્રમણ્યમ સ્વામીના વકીલ ઈશકરણે સો.મીડિયામાં જાહેરાત કરી
- જંગ લાંબી જરૂર છે પરંતુ ન્યાય મળીને જ રહેશે – એડવોકેટ ઈશકરણ સિંહ
મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ સોશિયલ મીડિયા પર તેમના ફેંસ સતત સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યા છે. સાથે જ શેખર સુમન, મનોજ તિવારી, રૂપા ગાંગુલી સહિત અન્ય હસ્તીઓએ પણ સરકાર પાસે સીબીઆઈ તપાસની માંગ કરી છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ આ માટે એડવોકેટ ઈશકરણ સિંહ ભંડારીની નિયુક્તિ કરી છે. હવે ઈશકરણ સુશાંતને ન્યાય અપાવવા માટે ફેંસને શાંતિપૂર્ણ પ્રદર્શન માટે અપીલ કરી છે.
ઈશકરણે ટ્વિટર પર લખ્યું કે, આજે મારા યુટ્યુબ લાઇવ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે સુશાંતસિંહ રાજપૂતને ન્યાય અપાવવા માટે શાંતિપૂર્ણ પ્રદર્શન કરીશું અને મીણબત્તી પ્રગટાવીશું, આજે રાત્રે આઠ વાગ્યે. આ માટે હેશટેગ Candle4SSRનો ઉપયોગ કરો. આ સાથે ઈશકરણે યુઝર્સને તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરીને પોતાને ટેગ કરવાની અપીલ કરી હતી.
સુશાંતના મૃત્યુના કેસમાં ઈશકરણે મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને એક પત્ર લખ્યો હતો. તેઓએ સુશાંતના ઘરની સીલ અને તેના ઘરેથી મળી રહેલી વસ્તુઓની માંગ કરી હતી. ખરેખર, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતનું ઘર સીલ કરવામાં આવ્યું નથી.
ઈશકરણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, ઘણા લોકોએ હવે ઉમ્મીદ ગુમાવી દીધી છે કે સુશાંતને ન્યાય મળશે કે નહીં. ત્યારે જ મેં વિચાર્યું કે હું આ કેસમાં સીબીઆઈ તપાસ કરીશ. હવે આ બાબતમાં થોડી પ્રગતિ જોવા મળી રહી છે, જંગ લાંબી જરૂર છે પરંતુ ન્યાય મળીને જ રહેશે.
નોંધપાત્ર વાત એ છે કે, અગાઉ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગને ફગાવી દીધી હતી. અનિલ દેશમુખે કહ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની સીબીઆઈ તપાસની જરૂર નથી. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરવામાં સક્ષમ છે. સીબીઆઈ તપાસની માંગણી કરવામાં આવી નથી.
_Devanshi