Site icon Revoi.in

ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટમાં આવી ઝડપ, કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદ આવશે

Social Share

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સી-પ્લેન સેવા પ્રોજેક્ટની તૈયારીઓ પૂરજોશથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદ માટે રવાના થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કેટલીક તસવીરો શેર કરી છે. તેમજ આગામી દિવસોમાં ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટ સાકાર થશે તેવો દ્રઢ નિર્ધાર પણ વ્યક્ત કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહાત્વાકાંક્ષી સી-પ્લેન પ્રોજેક્ટ ઉપર હાલ અમદાવાદમાં કામગીરી ચાલી રહી છે. સી-પ્લેન પ્રોજેક્ટ માટે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ડથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરવામાં આવી છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોતાની ટ્વીટ કર્યું છે કે, ‘ અમદાવાદ આવી રહી છે ઈનોવેટિવ કોન્ક્રીટ ફલોટિંગ જેટી’. સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક નર્મદા નદી પર બનનારા વોટર–એરોડ્રામનો આ ભાગ છે. સીપ્લેન ટૂંક સમયમાં જ હકીકત બનશે. આ ઉપરાંત તેમણે શિપિંગ મંત્રાલય અને ઈનલેન્ડ વોટર-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આ પ્રોજેકટમાં ઝડપ આગળ વધવા માટે વખાણ પણ કર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી રૂટ પર ઉડશે. સી-પ્લેન દ્રારા અમદાવાદથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અંતર માત્ર 50 મિનિટમાં કાપી શકાશે. આ યોજના હેઠળ રોજ 4 જેટલી લાઈટ ઉડાણ ભરશે અને સી-પ્લેનમાં 2 પાઈલટ, 2 ઓન–બોર્ડ ક્રૂ મેમ્બર્સ હશે.