Site icon Revoi.in

ઉત્તરપ્રદેશમાં લવ જીહાદનો આવશે અંત, યોગી સરકાર બનાવશે કડક કાનૂન 

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદની ઘટનાઓ અટકાવવા માટે યોગી સરકાર એકશનમાં આવી છે. તેમજ લવ જેહાદની ઘટનાઓ અટકાવવા માટે આગામી દિવસોમાં કાનૂન બનાવવા જઈ રહી છે. બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકાવવા માટેના કાનૂનનો રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. ન્યાય અને ગૃહ વિભાગ આ માટે આઠ રાજ્યોમાં લાગુ કરવામાં આવેલા કાનૂનનો અભ્યાસ કરી રહી છે. અન્ય રાજ્યના લાગુ કરાયેલા કાનૂનના મુખ્ય મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આ ઉપરાંત લવ જેહાદની ઘટના મુદ્દે અધ્યાદેશ લાવવાની તૈયારીઓ શરૂ યોગી સરકારે શરૂ કરી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લવ જેહાદની વધતી ઘટનાઓને પગલે ઉત્તરપ્રદેશ સરકાર સતત ચિંતિત છે. તાજેતરમાં જ કાનપુરમાં લવ જેહાદની ઘટના સામે આવી હતી. તેમજ આ પ્રકરણની ઉંડાણપૂર્વકની તપાસના આદેશ કરવામાં આવ્યાં હતા. કાનપુરના અધિકારી વિકાસ પાંડેની આગેવાનીમાં ખાસ તપીસ ટીમની પણ રચના કરવામાં આવી છે. આ ટીમ લવ જેહાદની 14 ઘટનાની તપાસ કરી રહી છે. આ બનાવમાં કેટલાક ખાસ શખ્સો અને સંગઠનની ભૂમિકા પણ તપાસમાં આવી રહી છે. એસઆઈટી તપાસનો રિપોર્ટ આગામી દિવસોમાં રજૂ કરે તેવી શકયતા છે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી લવ જેહાદની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે.

બળજબરીથી ધર્મ પરિવર્તન મામલે ગુજાત, અરૂણાચલ પ્રદેશ, ઓરિસા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ અને ઉત્તરાખંડમાં કાનૂન અમલમાં છે. ઓરિસા આ કાનૂનનો અમલ કરવાનું પ્રથમ રાજ્ય છે.