Site icon Revoi.in

ગુજરાતમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતની જગ્યાએ આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સામાન્ય રીતે ચોમાસામાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસે છે. પરંતુ આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મહેરબાન થયાં છે.

ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સિઝનનો 41 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 18, કચ્છમાં 14, દક્ષિણ ગુજરાતમાં 13, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 8 અને ઉત્તર ગુજરાતમાં 7 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં જૂન મહિનામાં 4.80 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેની સામે જુલાઈ મહિનામાં 8.70 ટકા વરસાદ પડ્યો હતો.

દક્ષિણ ગુજરાતના ભરૂચમાં સરેરાશ 12, નર્મદામાં 10, તાપીમાં 13 ,સુરતમાં 21, નવસારીમાં 21, વલસાડમાં 25 અને ડાંગમાં 18 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતના અમદાવાદમાં 10, ખેડામાં 11, આણંદમાં 7, વડોદરામાં 8, છોટા ઉદેપુરમાં 9, પંચમહાલમાં 9, મહિસાગરમાં 7 અને દાહોદમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણમાં 6 , બનાસકાંઠામાં 5, મહેસાણામાં 7, સાબરકાંઠામાં 9, અરવલ્લીમાં 9 અને ગાંધીનગરમાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે કચ્છમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. કચ્છમાં અત્યાર સુધીમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.