- પીએમ મોદી અને જિનપિંગ વર્ચુઅલ મંચ પર થશે આમને – સામને
- નવેમ્બરમાં પાંચ વખત જુદી – જુદી શિખર સમ્મેલનોના વર્ચુઅલ મંચ પર મળશે રૂબરૂ
- વર્ચુઅલ મંચને કારણે આ સમ્મેલનો અને બેઠકમાં દ્વિપક્ષીય કરાર થશે નહીં
દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ મહિનામાં પાંચ વખત જુદી-જુદી શિખર સંમેલનોના વર્ચુઅલ મંચ પર રૂબરૂ મળશે. 10 નવેમ્બરે રશિયામાં થનારી શંઘાઇ સહયોગ સંગઠનની બેઠક સાથે આ શ્રુંખલાની શરૂઆત થશે.
મે મહિનામાં ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર થયેલા ગતિરોધ પછીથી જારી તનાવ બાદ આ પહેલી તક હશે,જયારે મોદી-જિનપિંગ મંચને શેર કરશે. આ અગાઉ બંને નેતાઓ એપ્રિલમાં જી -20 વર્ચ્યુઅલ સમ્મેલનમાં એક મંચ પર આવ્યા હતા. નવેમ્બર વિદેશી બાબતો માટે 2020નો સૌથી વ્યસ્ત મહિનો રહેશે.
મોદી અને જિનપિંગ એસસીઓની બેઠક બાદ 17 નવેમ્બરના રોજ રશિયામાં બ્રિક્સ અને 21 અને 22 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાની અધ્યક્ષતામાં મળેલી જી -20 મીટિંગમાં ફરી એકવાર વર્ચુઅલ સ્ક્રીન શેર કરશે. આ સિવાય 11 નવેમ્બરના રોજ પૂર્વી એશિયન સમ્મેલન અને 30 નવેમ્બરે એસસીઓ કાઉન્સિલમાં પણ બંને નેતાઓ એકબીજા સાથે સામનો કરે તેવી સંભાવના છે. 30 નવેમ્બરની બેઠકમાં દિલ્હી પોતે જ હોસ્ટ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશ મંત્રાલય આ તમામ સમ્મેલનોની તૈયારીમાં વ્યસ્ત છે. મોટાભાગનો ભાર કોરોના વેક્સીનના ઉત્પાદન અને વિતરણમાં ભારતના પ્રયાસોને આગળ વધારવા પર રહેશે. આ ઉપરાંત કોરોના પછી બહુપક્ષીય સંસ્થાઓમાં વૈશ્વિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ માટે વધુ આત્મનિર્ભર, વૈવિધ્યસભર અને મૂલ્ય સાંકળ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ, વર્ચુઅલ મંચને કારણે આ સમ્મેલનો અને બેઠકમાં દ્વિપક્ષીય કરાર થશે નહીં.
જી 20 બેઠક હશે મહત્વપૂર્ણ
સાઉદી અરેબિયા દ્વારા યોજાનારી જી -20 બેઠક આ પાંચ શિખર સમ્મેલનોમાં સૌથી મહત્વપૂર્ણ બનશે. આ બેઠકમાં તમામ દેશો કોરોના પછી વૈશ્વિક અર્થતંત્ર સુધારણા અંગે ચર્ચા કરશે. તે કોરોના ની અસરથી લઇને વધુ આવશ્યકતાઓ પર ચર્ચા કરશે.
_Devanshi