Site icon Revoi.in

એફ-16થી ભારત પર હુમલો કરવાનું પાકિસ્તાનને પડશે ભારે, અમેરિકા કરશે કાર્યવાહી?

Social Share

પાકિસ્તાન દ્વારા અમેરિકાના ફાઈટર જેટ એફ-16ના સંભવિત દુરુપયોગને લઈને અમેરિકા વધારે જાણકારી મેળવી રહ્યું છે. તેના પહેલા ભારતે એફ-16 યુદ્ધવિમાનથી ફાયર કરવામાં આવેલી મિસાઈલના પુરાવા દેખાડીને કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવા માટે અમેરિકાના ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો છે.

પીટીઆઈના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રાલય એ વાતને લઈને વધુ જાણકારી મેળવી રહ્યું છે કે શું પાકિસ્તાને ભારત વિરુદ્ધ એફ-16 યુદ્ધવિમાનની ખરીદી વખતે કરવામાં આવેલી સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે?

પાકિસ્તાનમાં બાલાકોટ ખાતેના આતંકવાદી ઠેકાણાઓ પર ભારતે એર સ્ટ્રાઈક કરી હતી. બાદમાં પાકિસ્તાને એફ-16 યુદ્ધવિમાનો દ્વારા ભારત પર હુમલાની કોશિશ કરી હતી. જો કે પાકિસ્તાન એ વાતનો ઈન્કાર કરી રહ્યું છે કે તેણે કાર્યવાહીમાં એફ-16 યુદ્ધવિમાનનો ઉપયોગ કર્યો છે.

ભારતીય વાયુસેના દ્વારા એફ-16 તોડી પાડવાની વાતને પણ પાકિસ્તાન નકારી રહ્યું છે. જણાવવામાં આવે છે કે અમેરિકા પોતાના હથિયારોના વેચાણ બાદ તેના દુરુપયોગને લઈને ગંભીરતાથી તપાસ કરે છે.

હજી સુધી એ વાતની તપાસ બાકી છે કે શું પાકિસ્તાને એફ-16નો દુરુપયોગ કર્યો છે? જો કે અમેરિકાના સંરક્ષણ વિભાગના પ્રવક્તા કોન ફોકનરે કહ્યુ છે કે નન ડિસ્ક્લોઝર એગ્રિમેન્ટના કારણે મિલિટ્રી સેલ્સ કોન્ટ્રાક્ટને લઈને વિગતવાર જણાવી શકાય તેમ નથી.

અમેરિકાની એક સુરક્ષા એજન્સીનું કહેવું છે કે એફ-16 યુદ્ધવિમાન પાકિસ્તાનને આપવાનો ઉદેશ્ય આતંકવાદ વિરુદ્ધ તેના દ્વારા કાર્યવાહી કરવાનો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, જાહેર દસ્તાવેજોથી એ વાતની પુષ્ટિ થાય છે કે અમેરિકાએ એફ-16ના ઉપયોગને લઈને પાકિસ્તાન પર અત્યાર સુધીમાં લગભગ એક ડઝન પ્રતિબંધ લગાવ્યા છે.

મહત્પૂર્ણ છે કે જ્યારે ભારતના મિરાજ-2000 યુદ્ધવિમાનોએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. ત્યારે પાકિસ્તાન ચાહીને પણ ભારતીય ફાઈટર જેટ્સ પર હુમલો કરી શક્યું નહીં. તે સમયે પોતાની રણનીતિને પાકિસ્તાન અંજામ આપી શક્યું નહી. ભારતની એર સ્ટ્રાઈક વખતે પાકિસ્તાની એફ-16 ભારતના યુદ્ધવિમાનોને બસ જોતા જ રહી ગયા હતા.