Site icon Revoi.in

કંગના રનૌતને મળી Y+ લેવલની સુરક્ષા, અને કહ્યું સુરક્ષા માટે અમિત શાહજીનો આભાર

Social Share

દિલ્લી: મુંબઈ પહોંચતા પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતને વાય પ્લસ લેવલની સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ થોડાક દિવસોથી કંગનાને ધમકીઓ મળી રહી છે. જેથી ગૃહ મંત્રાલયે તેને વાય પ્લસ લેવલની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે ગત એક સપ્તાહથી શિવસેનાના સાંસદ સંજય રાઉત અને કંગના વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે જેને લઈને કંગનાને વાય પ્લસ લેવલની સુરક્ષા મળી છે. તાજેતરમાં સંજય રાઉતે એક્ટ્રેસને મુંબઈમાં ડર લાગે તો મુંબઈ ન આવવાનું કહ્યું હતું. જે બાદ કંગનાએ સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પડકાર ફેંક્યો હતો કે 9 સપ્ટેમ્બરે તે મુંબઈ આવશે, જે કોઈની હિંમત હોય તે રોકીને દેખાડે. વાય કેટેગરીની સુરક્ષા મળવા પર કંગનાએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગૃહમંત્રી અમિત શાહને ટ્વિટર પર ટેગ કરીને કંગના રનૌતે વાય કેટેગરીની સુરક્ષા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. કંગનાએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘આ એક પુરાવો છે કે હવે કોઈ દેશભક્તનો અવાજ કોઈ ફાસીવાદી નહીં દબાવી શકે. હું અમિત શાહજીનો આભાર માનું છું કે તેઓ થોડા દિવસ પછી મુંબઈ જવાની સલાહ આપત, પરંતુ તેમણે ભારતની દીકરીનાં વચનોનું માન રાખ્યું અને અમારા સ્વાભિમાન અને આત્મસન્માનની આબરૂ રાખી. જય હિન્દ.’

સોશિયલ મીડિયા પર કંગના રનૌતનું આ ટ્વિટ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. એક્ટ્રેસના ઘણા ફેંસ તેની ટ્વિટનો જવાબ આપી રહ્યા છે.

સૂત્રો મુજબ, Y કેટેગરીની સિક્યોરિટી વ્યવસ્થા હેઠળ કુલ 11 સુરક્ષાકર્મી હોય છે. જેમાં બે કમાન્ડો તૈનાત હોય છે. અને 2 PSO સામેલ હોય છે આ સુરક્ષાકર્મી ચોવીસ કલાક સાથે રહે છે. સુરક્ષાની આ જવાબદારી CRPF સંભાળી શકે છે

કંગના રનૌતે હાલમાં જ શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ લગાવ્યો હતો કે સંજય રાઉતે તેમને મુંબઈ પરત ન આવવાની ધમકી આપી છે. તેને લઈને એક્ટ્રેસે એક પછી એક અનેક ટ્વિટ કર્યા હતા.

_Devanshi