Site icon Revoi.in

ફારુક અબ્દુલ્લાની ક્રિકેટ સંઘ ગોટાળા મામલે ઈડી દ્વારા પૂછપરછ

Social Share

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લાની બુધવારે ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. જણાવવામાં આવે છે કે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ગોટાળાના મામલામાં ફારુક અબ્દુલ્લાની પૂછપરછ હાથ ધરાય છે.

જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનમાં કરોડો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. આ મામલામાં ફારુક અબ્દુલ્લાની ઈડી દ્વારા પૂછપરછ ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફારુક અબ્દુલ્લાને તપાસ એજન્સી ઈડીએ પોતાના ચંદીગઢ કાર્યાલયમાં બપોરે સાડા બાર વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા હતા. આના પહેલા આ કેસમાં ગત વર્ષ જાન્યુઆરીમાં સીબીઆઈએ ફારુક અબ્દુલ્લાની પૂછપરછ કરી હતી. આ મામલામાં તપાસ હાલ ચાલી રહી છે.

2015માં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટે જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિતપણે 113 કરોડ રૂપિયાના ગોટાળાના મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની પોલીસ કથિત ગબનના આ કેસમાં યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. કોર્ટે તપાસના યોગ્ય કારણો ગણાવતા અને સીબીઆઈને તપાસ સોંપતા કહ્યું હતું કે જેકેસીએના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા સંપૂર્ણપણે એક રાજકીય શખ્સિયત છે અને કેન્દ્રમાં પ્રધાન તથા રાજ્યમાં મુખ્યપ્રધાન રહી ચુક્યા છે.

ફારુક અબ્દુલ્લાનો આરોપ છે કે તેમણે બે વિવાદીત પ્રસ્તાવોને મંજૂરી આપી. એક આરોપી અહસાન મિર્ઝાના હાથમાં નાણાંકીય અધિકાર આપવામાં આવ્યા. તેના પ્રમાણે જેકેસીએના નકલી એકાઉન્ટમાંથી લેણદેણ કરવામાં આવી. 2011માં ચૂંટણી સંપન્ન થઈ અને ટ્રેઝરર પદથી હટાવાયા બાદ પણ નાણાંકીય લેણદેણ ચાલતી રહી. કોર્ટ કહી ચુકી છે કે આ નકલી ફંડનો ઉપાડ બીસીસીઆઈ મુંબઈમાંથી થઈ છે. માટે ક્રાઈમ બ્રાંચની તપાસમાં મુશ્કેલી આવે છે, કારણ કે તપાસ ક્ષેત્રનો વિસ્તાર આ રાજ્ય સુધી મર્યાદીત છે. સીબીઆઈએ આ કેસમાં અન્ય ઘણાં લોકોની પૂછપરછ કરી છે.