Site icon Revoi.in

UNGAમાં કલમ-370 પર ચર્ચાનો એજન્ડા નથી, આતંક પર થઈ શકે છે વાત: વિદેશ મંત્રાલય

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ પહેલા વિદેશ સચિવ વિજય ગોખલેએ ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમણે કહ્યુ છે કે યુએનજીએ બહુપક્ષીય મામલાઓ પર ચર્ચાનો મંચ છે. યુએનજીએમાં અનુચ્છેદ-370 પર ચર્ચાનો અમારો એજન્ડા નથી. આ ભારતનો આંતરીક મામલો છે. તેમણે કહ્યુ છે કે આતંકવાદ પર પણ ચર્ચા થઈ શકે છે.

વિજય ગોખલેએ કહ્યુ છે કે બહુપક્ષીય વાતચીતમાં જળવાયુ પરિવર્તન, પર્યાવરણ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. પોતાની અમેરિકા મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને સંબોધિત કરશે. પીએમ મોદી બીજી વખત યુએનજીએના સત્રને સંબોધિત કરશે. આના પહેલા 2014માં તેમણે યુએનજીએના સત્રને સંબોધિત કર્યું હતું.

એક સવાલના જવાબમાં વિદેશ સચિવે કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા પીએમ મોદીના વિમાન માટે એરસ્પેસ નહીં ખોલવો બેહદ દુર્ભાગ્યપૂર્ણ છે. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ખુલ્લું ઉલ્લંઘન છે. આંતરરાષ્ટ્રીય સમુદાયએ આ મામલાને જોવો જોઈએ.

વિજય ગોખલેએ અમેરિકામા પીએમ મોદીના કાર્યક્રમ સંદર્ભે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાની મુલાકાતે હશે. પીએમ 21 સપ્ટેમ્બરે મોડી સાંજે અમેરિકા માટે રવાના થશે. આ દરમિયાન દેશહિત સાથે જોડાયેલા મુદ્દાઓ અને આતંકવાદના વિષય પર વાતચીત થશે. પીએમ મોદી 22 સપ્ટેમ્બરે એનર્જી સેક્ટરના સીઈઓ સાથે વાતચીત કરશે. હાઉડી મોદી કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદી સાથે મંચ શેયર કરશે. 23 તારીખે ક્લાઈમેટ સમિટ કાર્યક્રમ યોજાશે. તેમા પીએમ મોદી ભાગ લેશે.

વિદેશ સચિવે કહ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટન બાદ ન્યૂયોર્ક પણ જશે. તેઓ અમેરિકાની મુલાકાત સમયે ભારતીય સમુદાયની સાથે ઔદ્યોગિક જગતના લોકોને પણ મળશે. અમેરિકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણી દ્વિપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે.