Site icon Revoi.in

PM મોદીને જન્મ દિવસની ગુજરાતે આપી અનોખી ભેટ, નર્મદા ડેમ છલોછલ ભરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ડેમની જળસપાટી 138.68 મીટર ઉપર પહોંચી છે. આ વર્ષે ચોસાસાની સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર ઓવરફ્લો થયો છે. બીજી તરફ તંત્ર દ્વારા પાંચ દરવાજા ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદા ડેમ છલોછલ ભરીને જન્મ દિવસ ની ભેટ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ડેમમાં ઉપરવાસમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે જળસપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે. હાલ ડેમમાં 90 હજાર ક્યુસેક જેટલી આવક થઈ રહી છે. બીજી તરફ 40 હજાર ક્યુસેક જેટલુ પાણી નર્મદા નદીમાં છોડીને જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર ઉપર પહોંચી છે. નર્મદા ડેમ છલકાતા ડેમના પાંચ દરવાજા પણ ખોલવામાં આવ્યાં છે. બીજી તરફ પાવર હાઉસના ટરબાઇન્ડ ચાલુ કરી દેતા સરકાર ને 5 કરોડ ની રોજ ની આવક થઈ રહી છે.

નર્મદા ડેમ ભરાતાં ચાલુ વર્ષે રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં પાવીના પાણીની સમસ્યા દૂર થવાની શકયતા છે. આ ઉપરાંત ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી મળી રહેશે.