Site icon Revoi.in

ભારત વિરુદ્ધ ફેક ન્યુઝ ફેલાવવા બાબતે ફેસબુકએ 453 પાકિસ્તાની એકાઉન્ટ કર્યા સસ્પેન્ડ

Social Share

નવી દિલ્હી: આમ તો પાકિસ્તાન દ્વારા આતંકવાદ અને કાશ્મીર વિવાદને લઈને અવાર નવાર ભારત પર આરોપ લગાવવામાં આવે છે અને ભારત વિરુદ્ધ બોલ બોલવામાં આવે છે પરંતુ હવે પાકિસ્તાન દ્વારા ફેસબુક પર ભારત વિરુદ્ધ પ્રચાર કરવામાં આવ્યો છે અને ફેસબુકે પાકિસ્તાનના 453 જેટલા એકાઉન્ટને બંધ કરી દીધા છે.

ભારત વિરુદ્ધ ખોટા પ્રચાર અંગે ફેસબુકે મોટી કાર્યવાહી કરી છે. ફેસબુકે પાકિસ્તાન દ્વારા સંચાલિત 453 ફેસબુક એકાઉન્ટ્સ, 103 ફેસબુક પેજ, 78 ગ્રુપ્સ અને 107 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. જે ફેક ન્યુઝ અને ભારત વિરોધી પ્રચાર-પ્રસારમાં રોકાયેલા હતા.

કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે આ મામલે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને એક પત્ર લખ્યો હતો. નોંધનીય છે કે, ફેસબુક પર વારંવાર આક્ષેપ કરવામાં આવે છે કે, તે ભારતમાં રાષ્ટ્રવાદી વિચારોને દબાવવાનું કામ કરે છે. મંત્રી રવિશંકર પ્રસાદે પત્ર લખીને તેની પુષ્ટિ કરી હતી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા હતા કે, “ફેસબુક ઇન્ડિયાના ઘણા મોટા અધિકારીઓ અને ઘણા કેબિનેટ મંત્રીઓને અપશબ્દ કહે છે”.

પાકિસ્તાન દ્વારા હવે આ પ્રકારની નવી હરકતો શરૂ કરવામાં આવી છે જેમાં ભારત વિરુદ્ધ પ્રચાર અને એજંડાઓ ચલાવવામાં આવે છે. ભારત દ્વારા પાકિસ્તાનની તમામ નાપાક હરકત પર કડક પ્રહાર કરવામાં આવે છે અને યોગ્ય પ્રહાર કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા દેશની સુરક્ષાને લઈને તમામ પ્રકારના પગલા પણ લેવામાં આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ પ્રકારના પગલા લેતા રહેવામાં આવશે.

જ્યારથી ભારતે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370નો વિશેષ દરજ્જો દુર કર્યો છે ત્યારેથી પાકિસ્તાન રોષે ભરાયેલું છે અને ભારત વિરુદ્ધ અવારનવાર કાંઈકને કાંઈક અટકચાળા કરતું રહે છે.

_Devanshi