Site icon Revoi.in

ભારતીય સેનાના જવાનોએ કરી ચીની સૈનિકની અટકાયત

Social Share

અમદાવાદ:  ભારત અને ચીન વચ્ચે એલએસી પર છેલ્લા કેટલાક મહિનાથી સીમા વિવાદ વકર્યો છે એવામાં ભારતીય સુરક્ષા દળોએ ભારતીય વિસ્તારમાં ચીની સૈનિકની અટકાયત કરી છે. ચીની સૈનિકની અટકાયત ચુમાર-ડેમચોક વિસ્તારમાંથી કરવામાં આવી છે.

હાલ આ બાબતે કહેવામાં આવી રહ્યું છે કે આ સૈનિકે અજાણતા ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હશે. નિર્ધારિત પ્રક્રિયાને અનુસરીને તેને સ્થાપવામાં આવેલા પ્રોટોકોલ મુજબ ચીન પરત મોકલી દેવામાં આવશે.

આ બાબતે ભારતીય સેનાએ એક નિવેદન આપીને કહ્યું છે કે, પીએલએનાં સૈનિકની ઓળખ કોર્પોરલ વાંગ અથવા લોન્ગ તરીકે કરવામાં આવી છે. જે પૂર્વી લદાખ ક્ષેત્ર ડેમચોક સેક્ટરમાં એલએસી પાર કરવા પર તેની પકડ કરવામાં આવી છે, તેને ઠંડીથી બચાવવા માટે તેમજ જળવાયુ પરિસ્થિતિથી રક્ષણ આપવા તબીબી પરીક્ષણ, ભોજન તેમજ ગરમ કપડાં આપવામાં આવ્યા છે.

સૈન્ય તરફથી આપવામાં આવેલા નિવેદનમાં કેહવામાં આવ્યું છે કે, તેના ગૂમ થવા બાબતે એલએસી તરફથી જાણ કરવામાં આવી છે, પ્રોટોકોલ પ્રમાણે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ચુશુલના મોલદોમાં બેઠક માટેના નિર્ધારિત સ્થાન પર આ સૈનિકને કે ચીનને પરત કરવામાં આવશે .

મળતી માહિતી મુજબ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)નો સૈનિક સિવિલ અને સૈન્ય દસ્તાવેજો લઈને જાઈ રહ્યો હતો ત્યારે તેને સૈન્ય દ્વારા પકડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મે મહિનાથી ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ ચાલી રહ્યો છે.જેને લઈને સુરક્ષા સખ્ત જોવા મળે છે.

_Sahin